પ્રેમલગ્ન મુદ્દે આજે ઉત્તર ગુજરાતના કડવા પાટીદારોની મહત્વની બેઠક યોજવામાં આવી હતી, મહેસાણામાં ચોર્યાસી કડવા પાટીદાર આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ હતી. દીકરીઓના પ્રેમલગ્નને લઈ ચર્ચા કરવામાં આવી હતી અને એક મહત્વના નિર્ણય પર વાત કરવામાં આવી હતી. કેટલાક સમય પહેલાં ચોરાસી પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્ન કરતી દિકરીઓ વિરુદ્ધ આકરા પગલા લેવાની તૈયારી બતાવવામાં આવી હતી. દીકરી ભાગી લગ્ન કરે ત્યારે નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. આ અંગે મહેસાણામાં ચોરાસી કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે પ્રમુખ જશુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સમાજની કારોબારી સભા મળી હતી. ત્યારે હવે મહેસાણામાં ઉત્તર ગુજરાતના કડવા પાટીદારોની પ્રેમ લગ્ન કરવા મુદ્દે મહત્વની બેઠક મળી હતી.
જો આજની આ બેઠક વિશે વાત કરીએ તો દિકરીઓ દ્વારા પ્રેમ લગ્ન કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જો દિકરી પ્રેમ લગ્ન કરે તો માતા-પિતાની સહી ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં આ બાબતે કડવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાશે એ વાત પણ થઈ. મળતી વિગતો પ્રમાણે કડવા પાટીદાર સમાજનું 27 ઓગસ્ટના રોજ મહાસંમેલન યોજાશે.
આ મહાસંમેલનમાં તમામ સમાજ પાસેથી આ બાબતે ઠરાવ મંગાવવામાં આવ્યા. પુખ્તવયે પણ દિકરી પ્રેમલગ્ન કરે તો માતા પિતાની સહી ફરજિયાત લેવી. માતા-પિતાની સંમતિ વિના લગ્નની ઉંમર 25 વર્ષ કરવા માગ કરવામાં આવી છે. તેમજ આવી દીકરીઓને માતા-પિતાની મિલકતમાં ભાગ ન આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.