છેલ્લા કેટલાક મહિનાઓથી, દેશભરમાં છેતરપીંડી આચરનારાઓ તરફથી મોકલવામાં આવતા ફેક એમએમએસ અને વોટ્સએપ મેસેજીસમાં વધારો થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. છેતરપીંડી આચરનારાઓ પોતે કંપની તરફથી વાત કરી રહ્યા હોવાનો કહીને કસ્ટમરને ફેક એમએમએસ તેમજ વોટ્સએપ મેસેજ મોકલી રહ્યા છે. મેસેજ સંદેશમાં તેઓ કસ્ટમરને તેમનું પાછલા મહિનાનું બિલ ભરેલ ના હોઈ તેમનું પાવર કનેક્શન રાત્રે ૦૯ઃ૩૦ /૧૦ઃ૩૦ ના સમયગાળામાં ડિસ્કનેક્ટ થઈ જશે તેમ જણાવે છે.
આ ફેક મેસેજીસમાં કસ્ટમરને મેસેજમાં આપેલ નંબર પર કોલ અથવા મેસેજ કરી કંપનીના ઓફિસર સાથે સંપર્ક કરવા પણ જણાવવામાં આવે છે. ટોરેન્ટ પાવર આથી તેના તમામ કસ્ટમરોને, આવા ફેક મેસેજીસનો પ્રત્યુતર ના આપવા કે આવા ફેક મેસેજીસ પર આપેલ કોઈપણ નંબર પર કોલ ના કરવા માટે વિનંતિ કરે છે. આવા કિસ્સાઓમાં છેતરપિંડી આચારનારા પોતે કોલ સેન્ટર એક્ઝિક્યુટીવ હોવાનું કહી.
ત્યારબાદ જે કસ્ટમરને શંકા નથી જતી તેમની પાસેથી તેમની બેંક એકાઉન્ટ સબંધી વિગતો તેમજ ઓટીપી માંગવામાં આવે છે અથવા તો તેમને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે કહેવામા આવે છે, જે કસ્ટમરના મોબાઈલ, લેપટોપ જેવા ડિવાઈસનો સંપૂર્ણ એક્સેસ છેતરપિંડી આચારનારાઓને સોંપી દે છે. જેનાથી તેઓ બેંકીગ સબંધી માહિતીની ચોરી કરી આસાનીથી છેતરપીંડીયુક્ત બેંકીંગ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.
ટોરેન્ટ પાવર એ સ્પષ્ટતા કરી હતી કે કંપની ક્યારેય તેના કસ્ટમર પાસેથી તેઓની વ્યક્તિગત માહિતી જેવી કે ક્રેડીટ / ડેબિટ કાર્ડ નંબર, સીવીવી અથવા બેંક ઓટીપી માગતી નથી. ક્યારેય તેમના કસ્ટમરને ઓનલાઈન પેમેન્ટમાં મદદ કરવા માટે અથવા પેમેન્ટના ચકાસણી માટે કોઈપણ સૉફ્ટવેર ડાઉનલોડ કરવા માટે જણાવતી નથી. પર્સનલ નંબર દ્વારા ક્યારેય મેસેજીસ કરતી નથી. ટોરેન્ટ પાવર તરફથી મોકલવામાં આવતા તમામ મેસેજ ઓથોરાઈઝ એમએમએસ ગેટ વે મારફત ટીપાવર સેન્ડર આઈડી દ્વારા મોકલવામાં આવે છે. આ ઉપરાંત કંપનીએ ગ્રાહકોને આ બાબતે કોઈ પણ સમસ્યા થાય તો કંપનીનો સંપર્ક સાધવા જણાવ્યું છે.