અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ મેળવવા તા.૨૩/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ દરમિયાન આઇ-ખેડૂત પોર્ટલ ખૂલ્લું રહેશે. ખેડૂતો પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકશે.
અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડુતોએ તા.૨૩/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ સુધી ikhedut portal (www.ikhedut.gujarat.gov.in) માં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ ફળ, ફુલ, શાકભાજી અને મસાલા પાકોના વાવેતર, કાચા, અર્ધ પાકા અને પાકા મંડપ, સરગવાની ખેતી, વોટર સોલ્યુબલ ખાતર, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, બાગાયત પેદાસોની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સ, વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યુ કલ્ચર થી ઉત્પન્ન થયેલ પ્લોટીંગ મટીરીયલ્સ જેવા વિવિધ ઘટકમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તેવા બાગાયતદાર ખેડુતો માટે સહાય મળવાપાત્ર રહેશે.
એપલ-ગૂગલનો પણ બાપ છે આ કંપની, સરેરાશ પગાર 1.4 કરોડ, પટાવાળા પણ લાખોમાં ટેક્સ ભરે છે!
ગુજરાતમાં ધોમ-ધખતા તાપથી મળશે છૂટકારો, 2 દિવસ માવઠું ખાબકશે, પછી પારો આગ ઝરતી ગરમી ફૂંકશે
આ યોજનાનો લાભ લેવા માગતા ખેડૂતો પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે તેમ બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અરજી કર્યા બાદ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળો (૮-અ, ૭-૧૨ ની નકલ, આધારકાર્ડ, ખેડુત નોંધણી પત્રક, બેંક પાસબુકની નકલ, બેંક ખાતાની વિગત) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, પ્રથમ માળ, બ્લોક-સી, બહુમાળી ભવન, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે જમા કરાવવાના રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક નંબર 079-26577316 પર સંપર્ક સાધી શકાશે, એમ બાગાયત વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.