ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી જતા કાળઝાળ ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. અનેક વિસ્તારોમાં ભેજ અને ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા એમ પણ જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, પરંતુ જોકે, લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીની સંભાવના નથી, જો શક્યતાઓ દેખાશે તો તે અંગેની માહિતી આપવામાં આવશે. જોકે, આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અમદાવાદની વાત કરીએ તો, થંડર ક્લાઉડ બનવાની શક્યતાઓ છે. જેથી વરસાદની વધુ સંભાવનાઓ નથી. જોકે, અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવીટીને કારણે વરસાદ રહેશે. તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. નોંધનીય છે કે, ગઈકાલે સાંજે પણ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો વરસાદની અન્ય શક્યતાઓ હશે તો ત્રણ કલાક પહેલા તે અંગે માહિતી આપવામાં આવશે તેમ ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના અનુમાન પ્રમાણે, ’26 અને 27 તારીખે વરસાદ થવાની વધારે સંભાવનાઓ નથી. જોકે, 28-29એ વરસાદ થવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ આ દરમિયાન રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને હવામાં વધી રહેલા ભેજના કારણે વરસાદ થવાની સંભાવના દેખાઇ રહી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ તથા આણંદમાં પણ વરસાદ થઈ શકે છે.’
ચોમાસા અંગે વાત કરતા પણ ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતુ કે, દેશના હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, આ સાથે ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ અંગે વાત કરીને તેમણે જણાવ્યું છે કે, કેરળમાં ચોમાસું બેસી જાય અને તે મુંબઈ પહોંચે પછી ગુજરાત અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 2થી 5 જૂન વચ્ચે કેરળમાં ચોમસું બેસવાનું અનુમાન છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુની 15 જૂનથી શરુઆત થઇ જાય છે, પરંતુ પાછળના વર્ષોમાં જોઈએ તો મોટાભાગના વર્ષોમાં ચોમાસાના વરસાદનું આગમન 15 જૂન બાદ થયું છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસું 20થી 22 જૂનમાં બેસી જવાનું અનુમાન છે. ગુજરાતમાં પણ સમય કરતાં 5થી 6 દિવસ મોડું બેસવાનું અનુમાન છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહેશે. 94થી 100 ટકા વરસાદ થવાની શક્યતા છે. તેમજ ચોમાસું નિયમિત રહેશે. ગુજરાતના કૃષિ પાક માટે એકંદરે ચોમાસું સારું રહેશે. રેગ્યુલર ચોમાસું રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના અનુમાન પ્રમાણે, “26 અને 27 તારીખે વરસાદ થવાની વધારે સંભાવનાઓ નથી. 28 અને 29એ વરસાદ થવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ આ દરમિયાન રહેલી છે.” વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને હવામાં વધી રહેલા ભેજના કારણે વરસાદ થવાની સંભાવના દેખાઇ રહી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ તથા આણંદમાં પણ વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો
બીજી એક મોટી કંપની મુકેશ અંબાણીની થઈ ગઈ, રિલાયન્સે આટલા કરોડમાં ડીલ ફાઈનલ કરી નાખી
ચોમાસાને અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર, હાલ જોઇએ તેવી ચોમાસાની ગતિવિધિની સ્થિતિમાં નથી. અંદામાન-નિકોબારમાં ચોમાસાની ગતિ નબળી છે. ગુજરાતમાં ચોમાસું મોડું બેસી શકે છે. કેરળમાં ભેજના કારણે પ્રિ-મોનસૂન વરસાદ પડશે. અરબ સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધારે છે.