Gujarat News: છોકરીઓ સાથે અડપલાના અનેક કિસ્સાઓ રોજ સામે આવતા રહે છે. ત્યારે હવે અમદાવાદના નારોલમાં વધારે એક કિસ્સો સામે આવ્યો છે અને આ વખતે તો મંદબુદ્ધિની યુવતી સાથે એક યુવાને યૌન શૌષણ કર્યું છે. નારોલ વિસ્તારમાં લર્નિંગ ડિસેબિલિટી (મંદબુદ્ધિ) વાળી 20 વર્ષીય યુવતીની છેડતી કરવાના આરોપમાં પોલીસે મંગળવારે નિખિલ વાઘેલા નામના એક વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી આગળ હાથ ધરી છે.
કેસમાં બન્યું એવું કે નારોલમાં રહેતી મંદબુદ્ધિની યુવતી સોસાયટી સુધી જ સીમિત હતી, તે બિમારીના લીધે ક્યાંય બહાર ક્યાંય જઈ શકતી નહોતી. એવામાં જ બાજુમાં રહેતા એક યુવાને તેના પર નજર બગાડી. એમાં પણ એક દિવસ જોયું કે આજે લાભ લેવાય એવું છે એટલે તેને બાથરુમમાં લઈ ગયો હતો જ્યાં તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીને ખબર પડી જતા તેણે બુમો પાડી હતી અને તેણે તરત પોલીસને ફોન કર્યો હતો. ભાગી પણ ગયો. પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો છે.
2000 રૂપિયાની નોટો પર RBIનું મોટું નિવેદન, કહ્યું- માત્ર 2 દિવસ બાકી છે, આ વખતે લિમિટ નહીં વધારીએ!!
‘હિંદુ લગ્નમાં 7 ફેરા લેવા જરૂરી છે, તેના વિના લગ્ન માન્ય નથી’, હાઈકોર્ટનો નિર્ણય ખાસ જાણી લેજો
આ કેસમાં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ નારોલ પોલીસે વાઘેલા સામે આઈપીસીની કલમ 354 (નમ્રતાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી મહિલા પર હુમલો કે ફોજદારી બળ) હેઠળ ગુનો પણ નોંધી લીધો છે. વાઘેલાએ મહિલાની છેડતી કરી હતી અને મદદ માટે બોલાવતા તે ત્યાંથી ભાગી ગયો. પોલીસે પહેલા ફરિયાદની અરજી લીધી હતી, પરંતુ ફૂટેજની તપાસ કર્યા પછી એફઆઈઆર દાખલ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, યુવકને શોધી કાઢવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.