ભવર મીણા, પાલનપુર: બાર મહિના ની મહેનત બાદ વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષા આપવા કેન્દ્રો પર પહોંચ્યા ત્યારે મહિલા સરપંચ દ્વારા પરિક્ષાર્થીઓ ને માથે કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.
અમીરગઢ તાલુકા માં અમીરગઢ,ઇકબાલગઢ ના પરીક્ષા કેન્દ્રો પર સમય સર પરિક્ષાર્થીઓ પહોંચી ગયા હતા અને તમામ ધોરણ 10-12 ના પરિક્ષાર્થીઓ ને ગામ ના આગેવાન તેમજ શાળા ના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવા માં આવી હતી.
અમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયત સંચાલિત આર.આર.વિદ્યાલય ના પરીક્ષા કેન્દ્ર પર આવેલા છાત્રો છાત્રા ને ગામ ના મહિલા સરપંચ સાવિત્રી બેન રાજેન્દ્ર પ્રસાદ શર્મા ના હસ્તે પરિક્ષાર્થીઓને કુમકુમ તિલક લગાવી એક પેન ભેટ આપી તેઓનું મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે શાળા ના આચાર્ય ,સ્ટાફ તેમજ પરીક્ષા કેન્દ્ર પર સુપરવિઝન કરતા શિક્ષક હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી ને લઈ ને શિક્ષણ કાર્ય ઠપ પડ્યું હતું.જોકે વર્તમાન સમય કોરોના રાજ્ય માં શૂન્ય પર આવી જતા સરકાર ની સૂચના મુજબ શાળા ઓ ધમધમતી થઈ હોવાથી બાળકો અને શિક્ષકો તેમજ વાલીઓ માં અનેરો ઉત્સાહજોવા મળ્યો હતો.