અનેક કાયદાઓ અને આકરી સજા ફટાકરવાના ઘણા કેસો બાદ પણ રાજ્યમા હજુ દીકરીઓની હાલત દયનીય છે. સુરતના ગ્રીષ્મા હત્યાકાંડ જેવો જ વધુ એક કેસ આણંદના ઉમરેઠથી સામે આવતા ચકરાર મચી જવા પામ્યો છે. આ કેસમા પણ ત્ય્વકે યુવતીનું ગળુ કાપી હત્યાની કોશિશ઼ કરી હોવાનુ સામે આવ્યુ છે. મળતી માહિતી મુજબ આ યુવક-યુવતી એક દિવસ પહેલા જ અહી ભાડે રહેવા આવ્યા છે. આ દરમિયાન બન્ને વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો.
ઝઘડો મારકૂટમા ફેરવાઈ ગયો
બન્નેનો આ ઝઘડો મારકૂટમા ફેરવાઈ ગયો. યુવતીની બુમાબુમને કારણે આસપાસના રહીશો તરત અહી દોડી આવ્યા હતા. આ બાદ મકાન માલિકને જાણ ઘરે પહોચ્યા હતા. યુવકે અને યુવતી પર પહેલા બપોરના સમયે હુમલો કર્યો અને ગંભીર હાલતમાં યુવતીને બાથરૂમમાં પુરી દિધી.
મકાન બહાર તાળું મારી યુવક ફરાર થઈ ગયો
આ બાદ તેને મકાન બહાર તાળું મારી દીધુ અને પોતે ફરાર થઈ ગયો. જ્યારે યુવતીએ બૂમાબૂમ કરી ત્યારે સ્થાનિકો અહિ આવી પહોચ્યા હતા.
20 વર્ષ પછી બની રહ્યા છે આ રાજયોગ, આ 3 રાશિના લોકોને થઈ જશે જલસા, દરેક ક્ષેત્રમા મળશે સફાળતા
આ બાદ મકાનનો દરવાજો ખોલતા જોવા મળ્યુ કે યુવતી બાથરૂમમાં છે અને તેની હાલત ગંભીર છે જે બાદ તરત જ તેને 108 મારફતે યુવતીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામા આવી હતી. હવે આ સમગ્ર પ્રકરણની જાણ થતા સ્થાનિક પોલીસ હોસ્પિટલ દોડી આવી છે અને આગળની તપાસ શરી કરી દેવાઈ છે.