બનાસકાંઠાના ડીસામાં લવ જેહાદના મામલાએ આજે વિરોધમાં ડીસા સજ્જડ બંધ છે. ડિસામાં આજે સવારથી જ કોઈ વેપારીઓ ધંધા રોજગાર ખોલ્યા નથી અને સમગ્ર ડીસા બંધ છે.
આ સાથે ડીસામા આજે 11 વાગ્યાએ હિન્દુ સમાજ 10,000થી વધુ લોકોએ મળીને એક રેલી યોજી લવ જેહાદનો મૂદ્દો ઉઠાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામા લોકો જોડાતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામા આવ્યો હતો.
રેલી દ્વારા મોટી સંખ્યામાં લોકો SDMને રજૂઆત કરી અને ધર્માંતરણ મામલે સરકારને કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. આ સાથે જ ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ન થાય તે માટે એકશન લેવા ડીસાના તમામ એસોસિએશને આ બંધને ટેકો આપ્યો છે.
લોકોમાં હાલ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ શુક્રવારે અપ્ણ હિન્દુ આગેવાનોએ એક સભા પણ યોજી હતી જેમા આજે ડીસા બંધનું એલાન અંગેનો નિર્ણય લેવામા આવ્યો હતો.
આ આખો મૂદો ત્યારે વિશાળ સ્વરૂપ બન્યો જ્યારે અહીના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવારને પાછો સોંપવા માટે 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ પછી ઘરના વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.