ભરૂચમાં એકે પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે, જાે કે આ પરિણીતાની આત્મહત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવવા બાબતે તેના પતિએ ઠપકો આપ્યા બાદ પત્ની મૃત અવસ્થામાં મળી આવી હતી. યુવતીએ જાતે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
માધુરી ભગવાન સિંગ રાજપૂત નામની ૨૦ વર્ષની પરિણીતાએ પતિએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરવા બાબતે ઠપકો આપતા પત્નીએ જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ પરના હાજર તબીબને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જાે મેળવી પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પોસ્ટ મોર્ટમના રિપોર્ટના બાદ જ મોતનું સાચુ કારણ સામે આવશે.