પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા એક જીઇઁ જવાને ભારે ખળભળાટ મચાવી નાખ્યો છે. જીઇઁ જવાન જ દારુનો સપ્લાયર નીકળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. સેક્ટર-૭ની પોલીસે એક શખસને દારુની બે બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો ચોંકાવનારો ખુલસો થયો હતો. પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા જવાને તેને આ દારુ સપ્યાલ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
જે બાદ પોલીસે એક જબરી ટ્રીક વાપરી હતી અને જવાનને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને શખસોની ધરપકડ કરીને મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જગદીશસિંહને બાતમી મળી હતી કે એક શખસ દારુ લઈને પસાર થવાનો છે. જે બાદ પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે બાતમી મળેલો આ શખસ ત્યાંથી પસાર થયો ત્યારે પોલીસે તેને અટકાવ્યો હતો. પછી પોલીસે તેની પાસે રહેલી થેલાની તપાસ હાથ ધરી હતી. જેમાંથી પોલીસને દારુની બે બોટલો મળી હતી.
ઈન્દ્રોડા ગામમાં રહેતા શખસ મહેશ દશરથજી ઠાકોરને પોલીસે ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ શખસની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે, આ દારુની બોટલ તેને સેક્ટર-૨૧ ખાતે સરકારી વસાહતમાં રહેતા અને મૂળ દહેગામના નટુજી ગાંડાજી ઝાલાએ આપ્યો હતો. જેથી આ શખસને ઝડપી પાડવા માટે પોલીસે આરોપી મહેશ પાસે ફોન કરાવ્યો હતો. ત્યારે નટુજી ઝાલાએ એવું જણાવ્યું હતું કે, તે સેક્ટર-૧૦માં આવેલી માધ્યમિક શિક્ષણની કચેરીના પાર્કિંગમાં છે. જે બાદ પોલીસની ટીમ જણાવેલા સ્થળે પહોંચી હતી.
પોલીસે નટુજી ઝાલાની કારની તપાસ કરતા તેમાંથી દારુની બે બોટલો મળી આવી હતી. બાદમાં પોલીસે આરોપી નટુજી ઝાલાની પૂછપરછ કરી હતી. ત્યારે તેણે જણાવ્યું કે, એસઆરપી એફ ગ્રૂપ-૧૨માં ફરજ બજાવે છે. હાલ તે પોલીસ ભવનમાં રાઈડર તરીકે ફરજા બજાવી રહ્યો છે. જે બાદ પોલીસે એસઆરપી જવાન નટુજી પાસેથી કાર, બાઈક અને દારુની બે બોટલો મળી કુલ રુપિયા ૨.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે એસઆરપી જવાન વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.