હાલમાં ગુજરાતમાં જે માહોલ બની રહ્યો છે એવું કદાચ ભાગ્યે જ જોવા મળ્યું હશે, કારણ કે રાજ્યમાં એક બાજુ ગુલાબી ઠંડીમાં લોકો ધ્રુજી રહ્યા છો તો બીજી બાજુ વરસાદના ઝાપટા પણ પડી રહ્યા છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી એ સાચી પડી અને જેને પગલે ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું જોવા મળ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.
હાલમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને પગલે સૌથી વધારે ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થતી જોવા મળી હતી. ભર શિયાળે માવઠું થતા ધરતીપુત્રો ભારે ચિંતિત છે. સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથે જ પંચમહાલ, ખેડા અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જેને લઈ ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ગઈ કાલની વાત કરીએ તો મોડી રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વડોદરાના સાવલી પંથકમાં ગતરાત્રીએ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સાથે આજે સવારે પણ સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.
સુરત ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહત્વનું છે કે, મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે, કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતિત બન્યો છે. જેને લઈ હવે શિયાળુ પાક અને સૂકા ઘાસચારામાં ભારે નુકશાનની શક્યતા છે.
એ જ રીતે અરવલ્લી જિલ્લામાં પણ આજે વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે.
આ વખતે બજેટમાં સરકારી કર્મચારીઓને જલસા જ જલસા, પગારમાં થશે એટલો વધારો કે કોઈને આશા પણ નહીં હોય!
તો વળી ભાવનગર શહેરમાં હળવુ ઝાપટું પડ્યું છે. મહત્વનું છે કે, કમોસમી વરસાદની આગાહીની ભાવનગરમાં અસર થઈ છે. જેને લઈ આજે વહેલી સવારે વરસાદના ઝાપટા બાદ ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું હતું. આ રીતે ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદનો માહોલ જોવા મળ્યો હતો.