ખેરગામ ખાતે આવેલા તાલુકાના નારપોર ગામે પિતા હેવાન બન્યાની ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં પિતા ભગુ પટેલે આજે વહેલી સવારે ૨૦ વર્ષીય પુત્ર ગણેશ પર ઉંઘમાં જ ઘાતકી હૂમલો કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભગુ પટેલે આજે વહેલી સવારે ઉંઘી રહેલા પુત્ર ગણેશ પર ઉંઘમાં જ ઘાતકી હૂમલો કર્યો હતો. કુહાડીના ઘા માથાના ભાગે વાગતા ઉંઘમાં જ રામ રમી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
આ મુદ્દે ખેરગામ પોલીસને જાણ થતા દોડતી થઇ હતી. હત્યા અંગે પ્રાથમિક તારણની વાત કરવામાં આવે તો પુત્ર ગણેશ બેરોજગાર હતો અને અવારનવાર પિતા પાસે પૈસાની માંગણી કરતો હતો. પિતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરતા હતા. સંભવિત રીતે પિતા ભગુ પટેલે પુત્રની પૈસા માંગવાની હરકતથી ખુબ જ કંટાળી ગયા હતા. આજે થયેલા ઝગડાએ જાેતજાેતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પુત્રની પણ હત્યા કરી હતી.
હાલ તો આ ઘટના સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલે પંથકમાં સોપો પડી ગયો છે. હાલમાં કળીયુગમાં સંબંધ નામની વસ્તુ જ નામશેષ થઇ ચુકી છે. પરિવારના સંબંધોની ગરિમા લજવાય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. અનેક સંબંધોને લજવતી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા પુત્રની લાશને પીએમ માટે સિવિલ ખસેડવામાં આવી છે. પોલીસ હત્યા પાછળ માત્ર આર્થિક બાબતોને જ જવાબદાર માને છે કે અન્ય કોઇ કારણો પણ છે તે અંગે તપાસ ચલાવી રહી છે.