ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક અવતા દરેક પાર્ટી પોતાના ઉમેદવારોના નામે જાહેર કરી રહી છે. નામની યાદી દ જાહેર થયા બાદ પંચમહાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી એક જ પરિવાર બે અલગ અલગ રાજકીય પાર્ટીઓના સમર્થનમા છે. એક તરફ પ્રભાતસિંહે કોંગ્રેસ તરફથી અને બીજી તરફ તેમના જ પત્ની અને પુત્રવધુ ભાજપ તરફ.
માહિતી મુજબ પ્રભાતસિંહે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી તો સામે પુત્રવધુ અને પત્ની ભાજપના ઉમેદવાર સાથે આવ્યા છે. આ અંગે વાત કરતા પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરીબેન અને પુત્રવધુ સુમનબેન ચૌહાણે કહ્યું કે પ્રભાતસિંહ કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી કરે તે એમનો વ્યક્તિગત નિર્ણય છે. પરંતું અમે ભાજપ સાથે જ છીએ, અમે ફતેસિંહને જંગી લીડથી જીતાડીશું.
બીજી તરફ પ્રભાતસિંહે કહ્યું કે, મારી દીકરાની પત્ની વિધવા છે એમની મરજી છે, જ્યાં જાય ત્યાં, રંગેશ્વરીબેન મારી નોટેડ કરેલી પત્ની નથી આ તમને આજે ચોખ્ખું કહું. એને જ્યાં રહેવું હોય ત્યાં રહે એમાં શું? લોકશાહીમાં જેને જ્યાં રહેવું હોય ત્યાં રહે. જો કે ગુજરાતના ઈતિહાસમા પહેલી વખત આવુ થયુ છે કે એક જ પરિવારના સભ્યો આ રીતે સામેના ઉમેદવારને જીતાડવામા મદદ કરી રહ્યાં છે.