સાબરકાંઠામાં TRB જવાનનો વીડિયો વાયરલ થઈવ રહ્યો છે. TRB જવાનનો લાંચ માગતો વીડિયો વાયરલ થતાં તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે. વાહનચાલક પાસે પૈસાની માગણી કરતો દેખાઈ રહેલો આ જવાન જાણે આખું શહેર પોતે જ ચલાવતો હોય એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે આપણે જોયું છે કે જામનગર, સુરત સહીત રાજ્યભરના અનેક શહેરોમાં TRB જવાનોના ગેરવર્તન અંગેના અનેક બનાવો સામે આવતા જ હોય છે. હવે સાબરકાંઠામાં TRB જવાનનો આવો જ કંઈક લાંચ માગતો હોવાનો વીડિયો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છએ.
કહેવામાં આવી રહ્યું છે કે વડાલી નજીક લાંચ માંગતા TRB જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. જોઈ શકાય છે કે કઈ રીતે સાબરકાંઠામાં TRB જવાન વાહનચાલકોને રોકી રોફ જમાવતો હતો. એટલું જ નહિ જવાનને કાયદાનો કોઈ ડર ન હોય અને કોઈના બાપની બીક જ ન હોય એ રીકતે વાહનચાલક પાસેથી રૂ.4 હજારની માગણી કરી હતી.
સાથે જ માહિતી મળી રહી છે કે પૈસા માગનાર TRB જવાને કારસવારનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો. TRB જવાને ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ સર્જી નાખી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વીડિયો વાયરલ થયા બાદ લોકો TRB જવાનની આવી કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આવા TRB જવાનોને કારણે પોલીસની છબી પણ ખરડાઈ રહી છે. કારણ કે ઘણા પોલીસ જવાનો દિવસ રાત કામ કરી રહ્યા છે તેમ છતાં આવા અમુક લુખ્ખા તત્વોના કારણે બધા બદનામ થઈ રહ્યા છે.