હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં હજુ વરસાદની કોઈ જ શક્યતા નથી, ઓગસ્ટની જેમ સપ્ટેમ્બર મહિનો પર કોરેકોરો જ જશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Weather Forecast :  ગુજરાતનું હવામાન (Weather of Gujarat) કેવું રહેશે તે અંગે હવામાનના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ (Abhimanyu Chauhan) દ્વારા માહિતી આપવામાં આવી છે, જેમાં તેમણે રાજ્યમાં વરાસાદનું પ્રમાણ ખુબ જ ઓછું રહેવાની શક્યતા જણાવી છે. ઓગસ્ટમાં ચોમાસું નબળું પડ્યું છે, ત્યારે ચાલુ અઠવાડિયાના આગામી દિવસો તથા સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદ અંગે કોઈ ચેતવણી કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. જૂન અને જુલાઈમાં વરસાદના ધમાકેદાર રાઉન્ટ રહ્યા પછી જાણે મેઘરાજા રિસાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 


Share this Article
TAGGED: , ,