ગુજરાતના ગાંધીનગરમાં કલોલની GIDC ખાતેની ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે. આ મામલે ગાંધીનગર ફાયર સર્વિસનું કહેવું છે કે ‘પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે કંપની પરિસરમાં કોઈ કર્મચારી હાજર ન હતો પરંતુ આગ ઓલવ્યા બાદ જ તેની પુષ્ટિ થઈ શકશે.’ આ પહેલા મંગળવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા છ કામદારો ઘાયલ થયા હતા.
આ મામલામાં પોલીસ અધિક્ષક લીના પાટીલે કહ્યું હતું કે આગ ભારત રસાયણના યુનિટમાં લાગી હતી. છ કામદારોને ભરૂચ શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સુમેરા (ભરૂચ ડીએમ)એ જણાવ્યું કે, ‘આગ બુઝાવી દેવામાં આવી છે. આગ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ જ ઘાયલોની સાચી સંખ્યા કહી શકીશું. આ સિવાય અધિકારીએ કહ્યું કે, ‘કેમિકલના કારણે આગ ઓલવવાના ઓપરેશનમાં વધુ સમય લાગ્યો હતો.’
અહેવાલો અનુસાર પ્લાન્ટમાં સ્થાપિત બોઈલરમાં વિસ્ફોટ પછી આગ શરૂ થઈ અને તે ઝડપથી ફેલાઈ ગઈ. બોઈલર પાસે જ ઘણો કેમિકલ રાખવામાં આવ્યો હતો જેના કારણે આગ વધી હતી અને કામદારોને બચાવવાની તક પણ મળી ન હતી. સાથે જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ આગ ઓલવવામાં લાગી ગઈ હતી અને લગભગ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ દરમિયાન બોઈલરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટ બાદ જ જ્યારે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ત્યારે આકાશમાં ધુમાડાના ગોટેગોટા 15 કિમી દૂરથી પણ દેખાતા હતા.જોકે, સલામતીને ધ્યાનમાં રાખીને નજીકના અન્ય પ્લાન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા અને હવે પરિસ્થિતિ કાબૂમાં છે.