વડોદરામાં તાજેતરમાં એક વિધર્મી યુવકે કરોડપતિ બિલ્ડરની પુત્રીની જિંદગી ઝેર કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ જ કડીમાં હવે વડોદરામાં એક વિધર્મી યુવકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ કેસમાં પોલીસ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં યુવતી એમ.કોમનો અભ્યાસ કરી રહી છે જ્યારે આરોપી યુવક સીએનો અભ્યાસ કરી રહ્યો છે.
આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી અને આરોપી યુવક કૉલેજ વખતના મિત્રો છે. બંને વચ્ચે કોલેજમાં અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયા હતા. મે-૨૦૨૨ દરમિયાન યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે ફરિયાદ થતા પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે. પોલીસ તપાસ પ્રમાણે યુવક અને યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. પોલીસ ફરિયાદ પ્રમાણે આરોપી યુવકે પ્રેમ સંબંધનો ગેરલાભ ઉઠાવ્યો હતો.
ગત માર્ચથી મે મહિના દરમિયાન આરોપી યુવક યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ફોટો અને વીડિયો વાયરલ થઈ જવાના ડરે યુવતી ખૂબ ડરી ગઈ હતી. જાેકે, સતત ધમકીઓથી કંટાળીને યુવતીએ આખરે આ મામલે પરિવારને જાણ કરી હતી. બાદમાં પરિવારની મદદથી યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે કરજણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં તાજેતરમાં બનેલા એક કિસ્સાએ ખૂબ ચર્ચા જગાવી હતી. જેમાં ૧૦ પાસ વિધર્મી યુવક સેલ્વિન પરમારે એમ.એસ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને એ હદે બ્લેકમેઇલ કરી કે, તે ડિપ્રેશનનો શિકાર બની ગઇ હતી. યુવકે યુવતીને વર્ષ ૨૦૧૯માં ફસાવી હતી. તેણે અંગત પળોનો વીડિયો બનાવીને યુવતીને શરીર પર બ્લેડના ૫૦૦ જેટલા ઘા મારવા મજબૂર કરી હતી.
જે બાદ આ યુવક યુવતીને સપ્ટેમ્બર ૨૦૧૯માં ભગાડી પણ ગયો હતો. તેણે આણંદ જઇને યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પરિવારે દીકરીને પાછી લાવવા માટે પોલીસની મદદ લીધી હતી અને પોલીસકર્મીઓ પણ યુવાન સાથે મળેલા હોવાના જણાયું હતુ. આ સાથે પોલીસકર્મીઓએ લાંચ પણ માંગી હતી. હાલ આ યુવતી અમેરિકામાં સેટલ થઇ છે. ત્યારે પરિવારે અન્ય લોકો સાથે આવો અમાનુષી અત્યાચાર ન થાય તે માટે સામે આવ્યા છે. હવે, આ અંગે યુવતીના ચેટિંગના આધીરે ફરિયાદ નોંધાતા છાણી પોલીસે સેલ્વિનની અટકાયત કરી છે.