વિજાપુર તાલુકામાં આવેલ સાબરમતી નદીના પટમાંથી રેતી ખનીજ ચોરી કરતા અને વગર પાસ પરમીટે ગાડીઓ બેફામપણે ચાલતી હોવાની રાવ ઉઠી છે. તાલુકામાં રેતી ચોરી સહિત ખનીજની મોટાપાયે ચોરી થતી હોવાનું જગ જાહેર છે ક્યારેક ખાણ ખનીજ વિભાગ દ્વારા એકલદોકલ ખનીજચોરી કરતા વાહનો પકડાયો હોવાનો દાવો કરતા હોય છે, પણ સબ આલ મેલના લીધે મોટા પ્રમાણમાં થતી ચોરીઓ અટકાવી શકાતા નથી.
નાતો વિજાપુર મામલતદાર કે જિલ્લા ખનીજ ખાતાને પડી નથી તેને માત્ર વ્યવહાર મળી જતો હોવાની ચર્ચાઓ જાગી છે. આ મામલે ગાંધીનગરથી તપાસ થાય તેવી પણ માંગ ઉઠી છે. આ અંગે એક જાગૃત નાગરીકે જણાવેલ કે, જયારે જનતા રેતી ચોરી કરતી ગાડીઓ રોકે મામલતદારને ફોન કર તો જવાબ હોય છે કે અમારી પાસે પાવર નથી, ખનીજ વાળા પાસે ટાઇમ નથી. વિજાપુર મામલતદાર અને ખનીજ દ્વારા કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી નહિ કરવાના કારણે બેરોકટોક ભૂમાફિયાઓ રેતીચોરી મોટા પ્રમાણમાં વેચાણ કરતા હોય છે.
આ અંગે ઉપરી અધિકારી કલેકટર કે ભૂસ્તરશાસ્ત્રી ઓચિંતી રેડ કરવામાં આવે તો તમામ કૌભાંડો બહાર આવે તેમ જનતા ઇચ્છી રહી છે. રેતીની ડમ્પરો ટ્રેક્ટરો નંબર પ્લેટ વગર પરમીટ વિનાના રાત્રી દરમ્યાન અથવા વહેલી મોટા પ્રમાણમાં રેતી માટી ચોરી કરતા હોય છે પણ વિજાપુર પોલીસથી લઈને વિજાપુર મામલતદાર બધા હપ્તા રાજના લીધી કોઈ રોકી ન શકતું હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. અને કોઈ પણ પ્રકારના કેસોમાં બનાવી શકતા નહીં જેને લઇને ભૂમાફિયાઓ વધુ બેફામ બનતા ગયા છે.