ધોરાજીના પરબડી ગામે જન્મેલા અને ધોરાજીને કર્મભૂમિ બનાવી સફર શરૂ કરનારા એવા સૌરાષ્ટ્ર આહિર અગ્રણી તથા ઉદ્યોગપતિ ઉપરાંત ગુજરાતના રાજકીય જગતમાં પણ જેમની આવડત અને કુશળતાની સતત નોંધ લેવાતી રહી છે એવા દિલીપભાઈ ચાવડાએ કર્મભૂમિનું ઋણ ઉતારવા છેલ્લા કેટલાય લાંબા સમયથી ધોરાજી ખાતે હોસ્પિટલ બનાવી લોકોની સેવા કરવાનું સપનું સેવ્યું હતું.ત્યારે તેઓના દીકરી ડો.મિત્તલબેન ચાવડા તથા જમાઈ ડો.અનિરુદ્ધ રાઠોડ બન્ને ગાયનેક ડોકટર બનતા તેઓના સપનાને ઉડવા આકાશ મળ્યું હતું અને તેઓએ હોસ્પિટલ બનાવવાની નેમ લઈ અદ્વૈત હોસ્પિટલનું નિર્માણ શરૂ કરાવ્યું હતું.
ત્યારે આવતી કાલે અષાઢી બીજના શુભ દિવસે ધોરાજી ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગે સેવાના ભાવથી નવ નિર્માણ પામેલી અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.ત્યારે ઉદ્ઘાટન વેળાએ સોનેરી ઘડીના સાક્ષી બનવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ,કેબિનેટ મંત્રી મુળુ બેરા,સાંસદ રમેશ ધડુક,ધારાસભ્ય જયેશ રાદડિયા,મહેન્દ્ર પાડલીયા,ભગવાનજી બારડ,ઉદય કાનગડ,ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહર ચાવડા,રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા,અગ્રણી વિરાભાઈ રાઠોડ ઉપરાંત વિવિધ ક્ષેત્રના રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
જ્યારે નવ નિર્માણ પામનારી અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો.મિત્તલ ચાવડા તથા ડો.અનિરુદ્ધ રાઠોડ ગાયનેક તરીકે જ્યારે ડો.લલિત વાઢેર એમ.એસ.સર્જન તરીકે પોતાની સેવાઓ આપશે.જ્યારે અદ્વૈત હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મિત્તલ એન્ટરપ્રાઈઝ,પૃથીકેશ મેડિકલ સ્ટોર તથા લેબોરેટરી ધોરાજી,આર.કે.કોર્પોરેશન જૂનાગઢ,સિદ્ધનાથ કોટેક્ષ રાજકોટ,પીઠળ કૃપા ગ્રુપ ઉપલેટા સહિત અનેક સામાજિક સંસ્થાઓએ શુભેચ્છાઓ પાઠવી છે.જ્યારે હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજરી આપવા દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચાએ ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિલીપભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ હરેશભાઈ બોરીચા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.