ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલકાના એક ગામમાં ૧૬ વર્ષની છોકરી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતા તંત્ર દોડતંલ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી છોકરી તેના ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં ગઈ હતી. જ્યાં લગ્નમાં વિશાલ ચંદ્રેશ વસાવા નામનો યુવક તેને ફરવા લઈ જવા અને પૈસા આપવાની લાલચ આપી બાઈક પર બેસાડીને ગામની સીમમાં ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે છોકરીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં પોતાના મિત્રોને પણ બોલાવ્યા હતા. તેઓએ પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
સમગ્ર મામલે ઝઘડિયા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.મીડિયા રિપોર્ટ અનુસાર લગ્નપ્રસંગમાં દીકરી નહીં દેખાતા માતાએ તેની શોધખોળ હાથ ધરી હતી. તેઓએ ગામની સીમમાં આવેલા ખેતરમાં જઈને જાેતા તમામ યુવાનો નાસી ગયા હતા. જ્યારે છોકરીએ પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવતા માતાએ તમામ દુષ્કર્મીઓ સામે ઝધડિયા પોલીસ મથકમાં સામુહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં એફએસએલની મદદથી લઈ તમામ આરોપીઓને પકડી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સામુહિક દુષ્કર્મના ૮ આરોપીઓમાં વિશાલ ચંદ્રેશ વસાવા, કમલેશ ચંદ્રેશ વસાવા, કાર્તિક પ્રવીણ વસાવા, મનોજ મુકેશ વસાવા, ભાવિન સુરેશ વસાવા, અક્ષય રાજુ વસાવા, મેહુલ કલ્પેશ પટેલ અને સાહીલ શબ્બીર મોગલનો સમાવેશ થાય છે.પ્રાપ્ત માહિતી અનુસાર પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતાએ આપવીતી જણાવતા તેના માતા – પિતા સ્તબ્ધ બન્યા હતા.
સ્થાનિક અગ્રણીઓને દીકરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી પરિવાર પોલીસ સ્ટેશન ગયો હતો. જ્યાં ઉચ્ચ અધિકારીને ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ હતી. ઘટના અંગે એવું ફણ જાણવા મળ્યું છે કે, સામુહિક બળાત્કાર ગુજાર્યા બાદ તમામ નરાધમોએ છોકરીને સ્થળ પરથી ભગાડી મૂકી હતી.