અમદાવાદમાં આજથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2024નો પ્રારંભ, આકાશમાં ઉડ્યો ભગવાન શ્રીરામનો પતંગ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ahmedabad News: અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 7 થી 14 જાન્યુઆરી, 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ-2024નું આજે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ પતંગ મહોત્સવમાં ભગવાન રામના ચિત્ર વાળો વિશાળ પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હાલ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક છે ત્યારે અમદાવાદના પતંગ મહોત્સવ પણ રામમય બન્યું હતું. આ સિવાય વિવિધ પ્રકાર અને આકારના નાનામોટા પતંગથી અમદાવાદનું આકાશ છવાયું હતુ.

55 દેશોના 153 પતંગબાજો કરતબ બતાવશે

આ તંગ મહોત્સવમાં 55 દેશોના 153 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જેમાં 12 રાજ્યોમાંથી 68 અને ગુજરાતમાંથી 865 લોકો ભાગ લઈ રહ્યા છે. આ પતંગ મહોત્સવમાં ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઈલેન્ડ સહિતના અનેક દેશોના પતંગબાજો ભાગ લેશે. અમદાવાદની સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

પતંગ મહોત્સવની સાથે અહીં હસ્તકલા અને ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા આયોજિત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 થી 13 જાન્યુઆરી દરમિયાન પતંગ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 થી 9 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં 7થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી, આવતીકાલે CM રિવરફ્રન્ટ ખાતે કરાવશે શુભારંભ

ભારતે વિશ્વને કહ્યું સૂર્ય નમસ્કાર! ઈસરોના પ્રથમ સૌર મિશન Aditya-L1એ રચ્યો ઈતિહાસ, નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન

અયોધ્યા રામ મંદિરમાં 1 ગ્રામ પણ લોખંડ કેમ નથી વપરાયું? મંદિર બંધાતાની સાથે જ તેની ઉંમર કેવી રીતે ઘટે છે? સમજો આખું ગણિત

8 જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર અને 12 જાન્યુઆરીએ નડાબેટમાં પણ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


Share this Article