બોટાદ ઝેરી કેમિકલ કાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે હવે જે કંપનીમાંથી કેમિકલ નીકળ્યુ હતું તે એમોસ કંપનીમાં તપાસનો રેલો પહોંચ્યો છે. એમોસ કંપનીના ચારેય ડિરેકટરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એમોસ કંપનીના ચારેય ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. સર્ચ ઓપરેશનમાં બે ડાયરેક્ટર ફરાર છે.
એમોસ કંપનીનો મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ ફરાર થઈ ગયો છે. ટીમે ડાયરેક્ટરના પરિવારના લોકોની પણ પૂછપરછ કરી છે. સમીર પટેલને દ્વારા સમન્સ પાઠવાયું છે. તો ચારેય ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. સમીર પટેલ ઉપરાંત ડાયરેક્ટર રણજીત ચોકસી પણ ફરાર છે. ટીમે રંજીત ચોક્સીના ઘર બહાર નોટિસ લગાવી છે. જાેકે, ડિરેક્ટર પંકજ પટેલ અને ચંદુ પટેલ ઘરે મળી આવ્યા હતા. એ બંને ડિરેક્ટરને પુરાવા લઈ હાજર થવા સમન્સ આપ્યુ છે.
બોટાદ બરવાળા લઠા કાંડ મામલો કેમિકલ જ્યાંથી આવ્યું તે કંપની સંચાલકોની હવે પૂછપરછ શરૂ કરાઈ છે. છસ્ર્ંજી તેમજ કંપનીના કર્મચારી તેમજ સંચાલકોને સમન્સ આપી બરવાળા પોલીસ સ્ટેશન હાજર રહેવા જણાવાયું છે. કંપનીના કર્મચારી વકીલની સાથે ગઈકાલે બરવાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. સુપરવિઝન અધિકારી નિર્લિપ્ત રાયની હાજરીમાં કર્મચારીઓની પૂછપરછ શરૂ કરાઈ છે. બરવાળા કેમિકલ કાંડ તમામ આરોપીઓના રિમાન્ડ ગઈકાલે પૂર્ણ થયા હતા.
બરવાળા પોલીસે કેમિકલ કાંડમા મહિલા સહિત ૧૪ આરોપીઓની ધરપકડ કરી હતી. કેમિકલ કાંડના તમામ આરોપીઓ રિમાન્ડ પર હતા. ગઈકાલે તમામના રિમાન્ડ પુરા થતા તમામ આરોપીઓને ભાવનગર જેલ હવાલે કર્યા છે. એક આરોપી હોસ્પિટલમાં હોવાથી તેની ધરપકડ બાકી છે.