સાવ સસ્તામાં ગુજરાત ફરવાનો વખત આવ્યો, IRCTC લાવ્યું નવું પેકેજ, ફેમેલી સાથે તૈયાર થઇ જાઓ

Desk Editor
By Desk Editor
Share this Article

Travel News: ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે. IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. આ ઓફર ખાસ કરીને ફેબ્રુઆરી મહિના માટે છે. જેમાં તમને ગુજરાતનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ જોવા મળશે.

દેખો અપના દેશ

IRCTCએ પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ખાસ ટુર પેકેજ ઓફર કર્યું છે. આ ટુર પેકેજને ‘દેખો અપના દેશ’ અંતર્ગત જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં પ્રવાસીઓને ગુજરાત ફરવાનો મોકો મળશે. આ ખાસ પ્રકારના ટુર પેકેજનું નામ છે ‘વાઈબ્રન્ટ ગુજરાત વિથ સ્ટેચ્યુ ઓફ યુનિટી’.

ટુરમાં કેટલી વ્યવસ્થાનો સમાવેશ?

IRCTC ના આ ટુર પેકેજમાં રહેવા અને ખાણીપણી બંનેની વ્યવસ્થા હશે. સાથે જ પ્રવાસીઓને ગાઈડની સુવિધા પણ આપવામાં આવે છે. તેમજ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ આપવામાં આવે છે.

કેટલા દિવસની છે આ ટુર?

આ પેકેજમાં પ્રવાસીઓ માટે પોર્ટબ્લેયર, દ્વારકા, સોમનાથ, ભાવનગર, અમદાવાદ, કેવડિયા અને વડોદરાની સેવા ઉપલબ્ધ હશે. મુસાફરી કુલ 7 રાત અને 8 દિવસની રહેશે. ટુરની શરૂઆત 17 ફેબ્રુઆરીથી થશે. જો કે, તમે આ ટુર ચૂકી જાઓ તો ચિંતા ન કરતા. કારણ કે, 16 માર્ચથી IRCTC ફરીથી આજ ટુર શરૂ કરાવશે. આ ટુર પેકેજમાં મુસાફરી ફ્લાઈડ મોડ પર રહેશે. જેમાં ઉત્તરમ હોટલમાં રોકાવાની વ્યવસ્થા હશે.

કેટલો છે ટુર પેકેજનો ભાવ?

ટુર પેકેજના ભાવની વાત કરીએ તો સિંગલ બુક કરાવવા પર તમને 52,950 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. તો ડબલ શેરિંગમાં 39,650 રૂપિયા અને ત્રિપલ શેરિંગમાં 38,400 રૂપિયા ચાર્જ રહેશે.

BIG BREAKING: 22 જાન્યુઆરી માટે રાજ્ય સરકારનું મોટું એલાન, ભૂપેન્દ્ર પટેલે તમામ સરકારી કાર્યાલાયમાં રજા કરી જાહેર

આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….

ગુજરાતમાં મોતનો માતમ… હોસ્પિટલમાં માતા-પિતા આખી રાત બાળકના મૃતદેહ પાસે રડતાં રહ્યા, ક્યારે મળશે આ બાળકોને ન્યાય??

આ ઉપરાંત 5થી 11 વર્ષના બાળક માટે બેડ લેવા પર 35,700 રૂપિયાનો ચાર્જ હશે. તો બેડ ન લેવા પર 5થી 11 વર્ષના બાળકો માટે ભાડું 33,950 રૂપિયા ચાર્જ લાગશે. 2થી 4 વર્ષના બાળકો માટે ભાડું 23,900 રૂપિયા આપવાનું રહેશે. આ અંગને તમામ માહિતી IRCTCની ઑફિશિયલ વેબસાઇટ પર મળી જશે.


Share this Article