ઈસુદાન ગઢવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો છે. ઈસુદાન ગઢવીએ જામ ખંભાળિયા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી છે અને દાવો પણ કર્યો છે કે તે જીતશે. ઈસુદાન ગઢવીની ટક્કર આ સીટ પરથી ધારાસભ્ય રહેલા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ સામે સીધી જ હતી. તો ભાજપે અહીંથી મુખુભાઈ બેરાને ટિકિટ આપીને પણ મોટો દાવ રમ્યો હતો.
આમ જોવા જઈએ તો આ સીટ પર ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. પરંતુ એક્ઝિટ પોલમાં જે વાત સામે આવી છે, તેનાથી આમ આદમી પાર્ટીને ખુબ જ મોટો ઝટકો લાગી શકે છે. ઈન્ડિયા ટીવીએ એક્ઝિટ પોલમાં વાત કરી છે કે જામ ખંભાળિયા સીટ પરથી ઈસુદાન ગઢવી ચૂંટણી હારી શકે છે. ત્યારે હવે ચારેકોર આમ આદમી પાર્ટીમાં હંગામો મચી ગયો છે.
સાથે સાથે એવું પણ પોલમાં કહેવાયું છે કે આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા વરાછા રોડ સીટથી ચૂંટણી જીતી શકે છે. કતારગામમાં ગોપાલ ઈટાલિયા ચૂંટણી જીતી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે દરેક લોકો 8 ડિસેમ્બરની રાહ જોઈ રહ્યાં છે. ગુરૂવારે રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી થવાની છે. તે પહેલાં સામે આવેલા એક્ઝિટ પોલની હાલમાં ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે.