ઇશુદાન ગઢવીનું નામ ગુજરાત માટે નવું નથી, તેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. હવે આ ઈશુદાન ગઢવીની યશ કલગીમાં એક નવું પાનું ઉમેરાયું છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી દીધી છે અને જેમાં ઈશુદાન ગઢવીનું નામ છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરના રોજ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું હતું કે તેઓ કોને CM તરીકે જોવા માંગે છે. મને ખરીદવાવાળો હજુ કોઈ પેદા નથી થયો.. આ વાક્યથી ઈશુદાનને ઘણી લોકપ્રિયતા પણ મળી હતી.
ત્યારે તેઓએ જનતાનો અભિપ્રાય જાણવા માટે એક નંબર પણ જાહેર કર્યો હતો, જેની પર લોકો 3 નવેમ્બરની સાંજ એટલે કે ગઇકાલના રોજ ગુરુવાર સુધી કોલ અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય માંગ્યો હતો. જેમા ઈશુદાન ગઢવીને સૌથી વધારે 73 ટકા મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ 2021ના રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, ‘ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.
ઉલ્લેખનીય છે કે કેજરીવાલે પોતાની વાત કરતાં કહ્યું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબના જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે.ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સરવે ખોડા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. 16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.