સામાન્ય રીતે કોઈપણ નગરમાં નાગરિક સાથે સુચારુ વર્તન તેમજ તેમના રહેઠાણ, તેમના જીવન જરૂરિયાતની વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તે માટે જે તે શહેરની નગરપાલિકા કામગીરી કરતી હોય છે. પરંતુ શું કોઈ નગરપાલિકા નગરના અમુક ચોક્કસ લોકોને જ ટાર્ગેટ કરી ભેદભાવ દાખવી જ્યારે રોજીરોટી છીનવે ત્યારે પ્રજાને કોનો સહારો લેવો? શું કોઈ બે મોટા માથાને સાચવવા નગરપાલિકા ગમે તેની રોજગારી પર લાત મારી દેશે?
હા, મિત્રો આ સવાલ, આ સળગતો સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે મહેસાણા નગરપાલિકા હવે નગરજનો સાથે ભેદભાવ કરી રહી છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે ઇશ્વરભાઇ ઠાકોર. ઇશ્વરભાઇ ઠાકોર મહેસાણાના ધારા વિદ્યાલય પાસે પાર્લરનો બિઝનેસ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અચાનક જ નગરપાલિકા તરફથી વાહન આવે છે અને આ પાર્લરને સીલ કરી દેવામાં આવે છે. ઇશ્વરભાઇને તો ખબર સુધ્ધા પણ નથી કે આખરે મારા ધંધા પર કેમ લાત મારવામાં આવી રહી છે.
કારણકે ઇશ્વરભાઇ જે વિસ્તારમાં પોતાનો બિઝનેસ કરી રહ્યા છે એ જ વિસ્તારમાં, એના જ બગલમાં, એના જ દીવાલને અડીને બીજી કંઈ કેટલીય દુકાનો, કેટલાય ઘરો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તાર પણ આવેલો છે. બીજી દરેક વસ્તુ પહેલાની જેમ જ હેમખેમ ચાલી રહી છે. લોકમૂખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આસપાસના વિસ્તારમાં ખુલ્લેઆમ ધોળા દિવસે દારૂ પણ વેચાઈ રહ્યો છે.
છતાં જો બધું જ નગરપાલિકાના ધ્યાનમાં ન આવતું હોય અને માત્ર અને માત્ર ઈશ્વરજી ઠાકોરનું પાર્લર જ દેખાતું હોય અથવા તો પાર્લર ગેરકાયદેસર હોય તો પછી આઠ ભરેલી જનતાને પણ ખબર પડી જાય કે આ નગરપાલિકાની ખોટ છે. ત્યારે સવાલ થાય કે શું નગરપાલિકા પોતાના જ નગરના નગરજનો સાથે ભેદભાવ કેમ કરે છે? શું કોઈ રાજકારણીનો આ કેસમાં દબાવ છે કે પછી નગરપાલિકાને કોઈ એક જ નગરજન સાથે દબંગગીરી બતાવી પોતાની આબરૂના ઉજાગરા કરવા છે?