રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. બપોરે કાળઝાળ ગરમી વરસી રહી છે. અમદાવદામા પારો 32 ડીગ્રી નોંધાય રહ્યો છે. આ સિવાય ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરોમાં પારો ઉંચો ગયો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પરન ફૂંકાશે અને આગામી 3 દિવસમાં તાપમાન યથાવત રહેશે. આ પછીના દિવસોમા તાપમાનમા 2 થી 3 ડિગ્રી વધારો થશે.
હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ માર્ચના પહેલા સપ્તાહથી ધીરે ધીરે ગરમીનો પારો ઉંચકાશે. આવનારા 24 કલાક બાદ ગરમી વધે તેવી શક્યતાઓ છે. આ સાથે એવુ પણ કહેવામા આવ્યુ છે કે માર્ચની શરૂઆતથી ગરમી અસહ્ય બનતી જશે અને સતત પારામા વધારો નોંધાતો રહેશે. માર્ચમાં પારો 40 ડીગ્રીએ પહોંચે તેવી સંભાવના છે.
હાલના સમયની વાત કરીએ તો બપોરના સમયે ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીના વધારા સાથે હવે રસ્તાઓ પર બરફ અને શેરડી તથા ઠંડા પીણાની દુકાનો પર લોકોનો ધેરાવો જોવા મળે છે. રાજ્યના મુખુ શહેરોની વાત કરીએ તો હાલ તાપમાન ડબલ જેટૅલુ નોંધાયું છે જેમાં અમદાવાદમાં 32 ડીગ્રી, સુરતમાં 34 ડીગ્રી, વડોદરામાં 33 ડીગ્રી, રાજકોટમાં 33 ડીગ્રી પારો નોંધાય રહ્યો છે.