ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની લવ સ્ટોરી ઘણી ચર્ચાનો વિષય બની રહે છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની લવ લાઈવ પણ ખાસ રહી છે. રાજવી જીવન જીવતો આ ખેલાડી પોતાની જ બહેનની મિત્રના પ્રેમમાં હતો. બીજી તરફ રવિન્દ્ર જાડેજાના લગ્ન દરમિયાન ગોળી ચલાવવામાં આવી હતી. આ પાછળનું કારણ આજે અહી જણાવવામાં આવ્યું છે.
વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક રવિન્દ્ર જાડેજાએ 2016માં રીવા સોલંકી સાથે લગ્ન કર્યા હતા. રીવા સોલંકીએ રાજકોટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. રીવા સોલંકીના પિતા એક બિઝનેસમેન છે અને તેની માતા રેલ્વેમાં એકાઉન્ટ વિભાગમાં છે. રીવા સોલંકી પોતે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. જાડેજા અવારનવાર રીવા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
રાજપૂતાના પરિવાર સાથે સંબંધ ધરાવતા રવિન્દ્ર જાડેજાના લગ્ન સમગ્ર રાજપૂત રીત-રિવાજ મુજબ થયા હતા. તેમના લગ્ન દરમિયાન એરિયલ ફાયરિંગને લઈને ઘણો વિવાદ થયો હતો. જેના આધારે પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. જાડેજાની પત્ની રીવા સોલંકી તેની બહેનની ખાસ મિત્ર છે. રવિન્દ્ર જાડેજા તેની બહેનના કહેવા પર જ રીવા સોલંકીને મળ્યો હતો. ત્યાંથી બંનેનો પ્રેમ પણ શરૂ થઈ ગયો હતો.
રિવા સોલંકીનું નામ પણ થોડા સમય પહેલા એક વિવાદ સાથે જોડાયું હતું. વર્ષ 2018માં રીવાએ મોટરસાઇકલ સવાર કોન્સ્ટેબલને તેની કારથી ટક્કર મારી હતી. આ પછી કોન્સ્ટેબલ પર આરોપ હતો કે તેણે રીવાને થપ્પડ મારી હતી.