મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે ઘટનાના પીડિતોને વળતર આપવાના આધારે જામીન માટે અરજી કરી છે. જયસુખ પટેલ અજંતા ઓરેવા ગ્રૂપના પ્રમોટર છે, જે લગભગ એક સદી જૂના સસ્પેન્શન બ્રિજના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે. આ પુલ ગયા વર્ષે 30 ઓક્ટોબરે ગુજરાતની મચ્છુ નદીમાં પડી ગયો હતો. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પીડિતોને વળતર આપવાના આધારે જામીન માટે અરજી
જયસુખ પટેલે તેના જામીન માટે મોરબી કોર્ટમાં અરજી કરી છે અને આ મામલાની સુનાવણી 4 માર્ચે રાખવામાં આવી છે.
જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટે ઘટનાના પીડિતોને વળતર આપવાનો આદેશ આપ્યો હોવાના આધારે જામીન માટે અરજી કરી હતી, પરંતુ બેંકે હજુ સુધી રકમ જાહેર કરી નથી. વકીલોના જણાવ્યા અનુસાર જયસુખ પટેલ બેંકની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે જામીન માંગી રહ્યા છે.
SITની તપાસમાં થયા ખુલાસા
બ્રિજની જાળવણી અને સમારકામ માટેનો કરાર મોરબી નાગરિક સંસ્થા અને જયસુખ પટેલની કંપની વચ્ચે થયો હતો. જૂથે પુલના સંચાલન અને જાળવણી માટે 15 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અજંતા ઓરેવા કંપની વચ્ચે માર્ચ 2022 માં કરાર કરવામાં આવ્યો હતો અને તે 2037 સુધી માન્ય હતો.
BEAKING: હોળી પહેલા નવી હોળી, LPG ગેસના બાટલામાં સીધા 50 રૂપિયાનો વધારો, નવો ભાવ રડાવી દેશે!
શું નદીમાં સિક્કો ફેંકવાથી મનની ઈચ્છાઓ પૂરી થાય છે? જાણો તેની પાછળનું વિજ્ઞાન અને જ્યોતિષ શું છે
હોળીના માત્ર 3 દિવસ બાદ આ રાશિના લોકો જોરશોરથી ઉજવણી કરશે, રાતોરાત બની જશે કરોડપતિ
મોરબી દુર્ઘટનાની તપાસ માટે સરકારે વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. SITને તપાસમાં જાણવા મળ્યું કે બ્રિટિશ યુગના પુલના સમારકામ, જાળવણી અને સંચાલનમાં ઓરેવા ગ્રૂપની બેદરકારી હતી. તેમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. જયસુખ પટેલની એક મહિના પહેલા મોરબી સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.