આજે જીગ્નેશ કવિરાજનું નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં છવાયેલું છે. ઘરે ઘરે લોકો એમને ઓળખે છે અને કોઈ વિવાદમાં પણ ક્યારેય એમનું નામ સપડાયેલું નછી. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ વખતે 2022માં વિધાનસભા ચૂંટણીમાં જિગ્નેશ કવિરાજ પણ ચૂંટણીમાં જંપલાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે.
જો કે અત્યારે બધી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લોક ગાયક જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ) ચૂંટણી લડી શકે છે. લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તેઓ ખેરાલુ બેઠક પર અપક્ષ ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
હાલમાં જીગ્નેશ કવિરાજ કઈ પાર્ટીમાંથી લડશે એવી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ સુત્રો કહી રહ્યા છે કે જે ભાજપમાંથી ચૂંટણી લડશે. હાલમાં તેઓ કોઈ પક્ષ સાથે પણ જોડાયેલા નથી.