ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને PM મોદી વિરૂદ્ધ ટ્વિટ કેસમાં જામીન મળતાની સાથે જ અન્ય એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પુષ્પાની સ્ટાઈલ બતાવી રહ્યો છે. આ દરમિયાન તે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ વેનની પાછળ બેઠો છે અને પુષ્પા સ્ટાઈલમાં દાઢી પર હાથ મૂકી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તેને સોમવારે આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળ્યા હતા પરંતુ બાદમાં અન્ય કેસના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પુનઃ ધરપકડ બાદ મેવાણીને કોકરાઝાર જિલ્લામાંથી બારપેટા લઈ જવામાં આવી રહ્યા હતા.
પોલીસનું કહેવું છે કે જામીન મળ્યા બાદ મેવાણીએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયો ત્યારનો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ જીગ્નેશ મેવાણી સામે પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. કોકરાઝારની એક કોર્ટે રવિવારે મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ કેસમાં આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. જે બાદ તે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં હતો.
બીજી તરફ મેવાણીએ તેમની ધરપકડને ભાજપ અને આરએસએસનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેણે કહ્યું કે મારી છબી ખરાબ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ આયોજન છે, જેમ કે રોહિતે વેમુલા, ચંદ્રશેખર આઝાદ સાથે કર્યું હતું. જીગ્નેશ મેવાણી પર ગુનાહિત કાવતરું, પૂજા સ્થળ સંબંધિત ગુનાઓ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને શાંતિ ભંગ કરવા માટેનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કોંગ્રેસે મેવાણીના સમર્થનમાં ધરણા કર્યા હતા. રવિવારે આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન બોરા અને ધારાસભ્યો દિગંત બર્મન અને એસકે રશીદે પાર્ટી કાર્યાલયથી કોકરાઝાર પોલીસ સ્ટેશન સુધી મૌન કૂચ કરી. જીગ્નેશ મેવાણી ગુજરાતના વડગામથી અપક્ષ ધારાસભ્ય છે. તેઓ વ્યવસાયે વકીલ અને ભૂતપૂર્વ પત્રકાર છે. જીગ્નેશ દલિત આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો.