હાલ ચારેતરફ લગ્નનો માહોલ જામ્યો છે. લોકો પોતાના લગ્નને સ્પેશિયલ બનાવવા અલગ અલગ ગોઠવણો કરતા હોય છે. ક્યાક હાથી, ઘોડા તો ક્યાંક હેલિકોપટર વરરાજા સવાર થઈને દિલ્હનને લેવા પહોંચતા હોય છે. વળી ક્યાંક જૂની રીત મુજ્બ બળદગાડામા પણ જાન જોવા મળે છે. આ વચ્ચે એક અલગ કિસ્સાઓ સામે આવ્યો છે નવસારીના ચીખલીથી.
અહીના કલીયારી ગામે વરરાજા જેસીબીમા બેસી લગ્નના માંડવે આવ્યા હતા. લોકો આ અનોખી જાનને જોવા એકઠા થઈ ગયા હતા. જેસીબીને શણગાર કરવામા આવ્યુ હતુ. જેસીબીના પાવડામા વરરાજાને આ રીતે આવતા જોઈ લોકો દંગ રહી ગયા હતા. ડીજેના તાલ સાથે વાજતે ગાજતે વરઘોડો લગ્નમંડપ સુધી પહોંચ્યો. આ બાદ આદિવાસી સમાજની જૂની પરંપરા મુજબ લગ્ન થયા હતા.
આ અગાઉ મધ્યપ્રદેશના બેતુલથી આવો જ કિસ્સો સામે આવ્યો હતો. એક વરરાજા પોતે જેસીબી પર બેસી જાન લઈને દુલ્હનના ઘરે પહોંચ્યો હતો.તેણે મિત્રો સાથે જેસીબી પર ડાન્સ પણ કર્યો હતો. રાજગઢમાં ટાટા કન્સલ્ટન્સીમાં કામ કરતા સિવિલ એન્જિનિયર અંકુશ જયસ્વાલના લગ્ન પધર નિવાસી સંજય માલવિયાની પુત્રી સ્વાતિ સાથે થયા હતા.
વરરાજાના પરિવારે જાનવાસથી વરરાજાને મંડપ સુધી પહોંચવા માટે ઘોડીની વ્યવસ્થા કરી હતી, પરંતુ વરરાજાએ ઘોડી પર બેસવાની ના પાડી હતી. જેસીબી પર બેસીને જ મંડપ સુધી પહોંચશે તેમ જણાવ્યું હતું.
બસ ખાલી 5 દિવસ અને આ રાશિના લોકોને સોનાનો સુરજ ઉગશે, બુધ દિવસ-રાત નોટોનો વરસાદ કરશે, તિજોરી ભરાઈ જશે
તેણે જણાવ્યુ કે તે સિવિલ એન્જિનિયર છે. કામના કારણે તેને રોજ જેસીબીનો ઉપયોગ કરવો પડે છે. તેથી જ તેણે વિચાર્યું કે શા માટે આ મશીન પર તેની જાન નહી? તે પણ એકદમ અનોખું અને રસપ્રદ હતું. આનાથી તેના કામ પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળશે.