હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સૌરાષ્ટ્રના ડાયરાઓના માધ્યમથી કિર્તીદાનના લીધે જે કમો પ્રખ્યાત થયો હતો તે હવે ચૂંટણીના મેદાનમાં પણ જોવા મળી રહ્યો છે અને ભાજપ માટે પ્રચાર કરી રહ્યો છે. સુરેન્દ્રનગર મૂળના કમાભાઈ નામના મનોદિવ્યાંગ વ્યક્તિ સોશિયલ મીડિયા પરથી પ્રખ્યાત થયા હતા તે હવે ભાજપ માટે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. કમા વિશે વાત કરીએ તો હાલ સમગ્ર રાજ્યમાં કોઇ પણ ડાયરો હોય તેમાં કમો ન હોય તો ડાયરામાં રોનક ન આવે એવા કોઠારીયાના કમાભાઇ હવે ચૂંટણીના મેદાનમાં ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ઢોલ નગારા સાથેની આ કમાભાઈની યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા હતા.
કમાભાઈ વિશે માહિતી સામે આવી રહી છે કે તેઓ નાનપણથી માનસિક દિવ્યાંગ છે. ડાયરામાં પ્રખ્યાત લોકગાયક કિર્તિદાન ગઢવીએ ડાન્સ કરતા જોયો હતો અને કમાના વખાણ કરતા કમો હાલ સોશિયલ મિડીયામાં સૌથી વધુ ગુજરાતનો પ્રખ્યાત સેલેબ્રિટી બની ગયો છે. કમાની લોકચાહના હાલ આસમાનને આંબી રહી છે. જેનો સંપૂર્ણ ફાયદો હવે રાજકીય પાર્ટીઓ પણ ઉઠાવી રહી છે અને કમાભાઇને ચૂંટણીમાં એક સ્ટાર પ્રચારક તરીકે સામેલ કરી રહી છે. ત્યારે ભાજપને કમાનો ફાયદો મળશે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વિગતો મળી રહી છે એ પ્રમાણે કોઠારીયાના કમાભાઈને ભાવનગરની પશ્ચિમ બેઠક પર ભાજપના પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે. ભાવનગરની આ વિધાનસભા બેઠક પરથી ભાજપના જીતુ વાઘાણી ઉમેદવાર છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમા રાતના સમયે કમાભાઈ આ બેઠક પર પ્રચાર માટે કાળા રંગની કારમાં વાદળ કલરના બ્લેઝર પહેરીને ભાજપ માટે વોટ માંગી રહ્યા છે.