અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે ૨ વાગ્યાથી ૧૬ જૂન શુક્રવારના રોજ સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ તેમજ મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
વાવાઝોડાથી અમારા જીવને પણ ખતરો છે, દરિયાકાંઠે રહીએ છીએ, અમારી ખબર પૂછવા પણ કોઈ નથી આવ્યું
આ સાથે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે “બિપરજોય” વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જાહેર જનતાની સુરક્ષા અને સલામતીના કારણોસર બંધ રાખવામાં આવશે.