જિલ્લાના કોડીનારથી ૧૨ કિલોમીટર દૂર આવેલા જંત્રાખડી ગામે ૯ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા નિપજાવી પોલીસે એકની અટકાયત કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામના, જ્યાં માનવતાને શરમજનક સ્થિતિમાં મુકતો કિસ્સો સામે આવ્યો છે. નાનકડા એવા ગામમાં માત્ર ૯ વર્ષની બાળા પર ગામના જ એક નરાધમે બળાત્કાર ગુજારી માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારતા હાહાકાર મચી ગયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી એકની અકાયત કરી છે.
નાનકડા એવા ગામમાં આ પ્રકારની ઘટનાને તાલુકા અને શહેર ભરમાં તો પડઘા પડ્યા પરંતુ ગામમાં કમકમાટી છવાય ગઈ હતી. ગઇ કાલ બપોરની ઘટનાને લઈ મોડી રાત્રે જંત્રાખડી ગામ આખું ભેગું થયું અને પોલીસ સમક્ષ આરોપીને ફાંસીના માંચડે ચડાવવા માંગ કરવામાં આવી છે. ખુદ આરોપી શખ્સના પરિવારના સભ્યોએ પણ ગીર સોમનાથ એસપી અન છજીઁ ને રજૂઆત કરી હતી. આરોપીના પરિવારે કહ્યું કે, આરોપીને સખત સજા થવી જાેઈએ.
આરોપીના પરિજનો રજૂઆત કરતા રહ્યા અને ગામ લોકો જાેતા રહ્યા. સમગ્ર ઘટના પર નજર કરીએ તો ૯ વર્ષની બાળકી જ્યારે શેરીમાં રમતી હતી. તે સમયે બે બાળકોનો પિતા નરાધમ શખ્સ બાળકીને બીડી લેવા દુકાને મોકલી હતી. બીડી લઈ પરત આવેલી બાળકીને ઘરમાં પુરી બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી નાખી હતી.
ત્યાર બાદ લાશને કોથળામાં ભરી અવાવરું જગ્યાએ ફેંકી આવ્યો હતો. જાેકે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીની અટકાયત ગણતરીની કલાકમાં જ કરી લેવાય છે. જાે કે ગીર સોમનાથ પોલીસ દ્વારા એફએસએલ સહિતની ટીમની મદદ લેવાઇ રહી છે. ઘટના સ્થળ એસપી, છજીઁ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પરંતુ સમગ્ર હકીકત પોલીસની તપાસ બાદ બહાર આવશે કે બીજું કોઈ પણ આ ચકચારી કેસમાં સામેલ છે કે નહી