ગુજરાતમાં વિધાનસભા ચૂટણી નજીક આવતા દરેક પાર્ટી એડીચોટીનુ જોર લગાવી રહી છે. રાજ્યમા આ વખતે કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાને ઉઅતરી છે. દરેક પાર્ટીના નેતાઓ એક પછી એક રેલીઓ કરી રહ્યા છે. આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ચર્ચામા છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં BJPના ઘણા નેતાઓ અને કાર્યકરો AAP ને ગુપ્ત રીતે સમર્થન આપી રહ્યા છે.
આ સાથે હાલમ સામે આવેલા પોસ્ટર વિવાદ પર કેજરીવાલને “હિંદુ વિરોધી” તરીકે વર્ણવતા ગુજરાતના કેટલાક શહેરોમાં પોસ્ટરો પર તેમણે કહ્યુ કે જેઓ પોસ્ટરો લગાવે છે તેઓ “રાક્ષસ અને કંસના બાળકો” છે. આ સાથે કેજરીવાલે કહ્યુ કે ‘આપ’ માટે ગુપ્ત રીતે કામ કરતા લોકોને હુ કહેવા માંગુ છુ કે આપણે તેમના (ભાજપનો) 27 વર્ષનો અહંકાર તોડવો પડશે. હું જાણું છું કે તમારી પાસે વ્યવસાયો છે, જો તમે અમારી સાથે જોડાશો તો તેઓ તમારા વ્યવસાયને નુકસાન પહોંચાડશે. તમે ત્યાં જ રહો, પરંતુ પક્ષને હરાવવા માટે છૂપી રીતે કામ કરો.
આ સાથે કોંગેસના કાર્યકરો અંગે વાત કરતા કહ્યુ કે કોંગ્રેસના કાર્યકરોએ ડરવાની જરૂર નથી, તમે તમારી પાર્ટી છોડીને AAPમાં જોડાઈ શકો છો. તમારી પાર્ટી ભૂલી જાવ.” ચૂંટણીઓમાં “રાક્ષસોનો નાશ” કરવા AAPને સમર્થન આપવા કેજરીવાલે હાકલ કરી હતી. ‘નવા ગુજરાત માટે દરેકે એક થવું જોઈએ. પાર્ટીની પરવા ન કરો, ગુજરાત માટે કામ કરો, દેશ માટે કામ કરો.” તેમણે દાવો કર્યો હતો કે AAPમા નવી રાજનીતિ, નવી પાર્ટી, નવા ચહેરા, નવા વિચારો અને નવી સવારની શરૂઆત કરશે.
મોંઘવારીએ અંગે પણ કેજરીવાલે સરકારને આડે હાથ લેતા કહ્યુ કે લોકોનુ જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. દરેક વસ્તુના ભાવ વધે છે પણ પગાર વધતો નથી. જો AAP ગુજરાતમાં સત્તા પર આવશે તો તે સ્વચ્છ વહીવટ આપશે અને ભ્રષ્ટાચારનો અંત લાવશે. તેમણે ગુજરાતમાં મફત વીજળી, 15 લાખ નોકરીઓ, બેરોજગારી ભથ્થું આપવા સહિતના તેમના પક્ષના વચનોનું પુનરાવર્તન કર્યું.
કેજરીવાલે ભાજપના કાર્યકરો પર કટાક્ષકર્યો હતો અને કહ્યુ હતુ કે જેઓ બબડાટ કરે છે કે ‘કેજરીવાલ સારા છે પણ આ વખતે નહીં, તે આગલી વખતે ગુજરાતમાં જીતશે’.” તેઓને હુ કહેવા માંગુ છુ કે કેજરીવાલ આ વખતે જીતશે, આગલી વખતે નહીં.” પોસ્ટર મામલે વાત કરતા કેજરીવાલે કહ્યુ કે “જેઓ ભગવાનનું અપમાન કરે છે તેમને ‘રક્ષાસ’ કહેવામાં આવે છે. જેઓ દેવતાઓનું અપમાન કરે છે તેઓ કંસના સંતાન કહેવાય છે. પ્રાચીન સમયમાં રાક્ષસો શું કરતા હતા? તેઓ કોઈપણ ગામમાં ઘૂસી જતા, ગુંડાગીરી કરતા, મહિલાઓની છેડતી કરતા અને બળાત્કાર કરતા.”
કેજરીવાલે આગળ કહ્યુ કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો અને તેમના ઘરનું નામ કૃષ્ણ છે. ‘અને ભગવાન કૃષ્ણએ મને આશીર્વાદ આપ્યા છે અને મને કંસના આ બાળકોનો નાશ કરુ અને મને તમારા સમર્થનની જરૂર છે.’ ‘શું તમે મને ભગવાને અસુરોનો નાશ કરવાની આ જવાબદારી પૂરી કરવામાં મદદ કરશો?’ લોકોની શાંતિ માટે આપણે આ રાક્ષસોને ખતમ કરવા પડશે. દેવતાઓનું અપમાન કરનારા ભ્રષ્ટ ગુંડાઓને ખતમ કરવા પડશે.