ખજૂરભાઈની લોકોની મદદ કરવાની વાતોથી આજે સૌ કોઈ પ્રભાવીત છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લાના ગોંડલથી. અહી ખજૂરભાઈએ સુલતાનપુરમાં રહેતા રસીલાબેન નામના વૃદ્ધાને નવું ઘર બનાવી આપ્યુ.
ખજૂરભાઈ ગોંડલ પહોચ્યા હયા અને પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો. આ સાથે આજીવન તેમને મદદ કરતા રહેવાનું કહ્યુ. તેમણે આ પરિવારને ઘર સાથે કબાટ, બેડ, ટીવી, ફ્રીજ તેમજ રસોડાની તમામ ચીજ પણ અપાવી છે.
રસીલાબેન નામના વૃદ્ધાને નવું ઘર બનાવી આપ્યુ
રસીલાબેન વિશે વાત કરી તો તેઓ એલએલબી કરેલા છે અને ગામના સૌ પ્રથમ એક વકીલ છે. પરંતુ આ વચ્ચે કાર્યક્રમમા રસીલાબેનની માનસિક હાલત ખરાબ થઈ ગઈ. તમના પરિવારમાં એક ભાઈ હતા પણ પછીથી તેમના ભાભીએ છૂટાછેડા લઈ લીધા. તેમનો ભાઈ અને માસી સાથે રહેવા લાગ્યા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી રસીલાબેનની માનસીક હાલત ખરાબ થઈ જતા નિર્વસ્ત્ર વસ્ત્ર થઈ ફરતા હતા.
ગોંડલમાં નવ દિવ્યાંગ બાળકોનો ગૃહ પ્રવેશ કરાવ્યો
બીજી તરફ મુશ્કેલી એ પણ હતી કે રસીલાબેનના ભાઈ જીતુભાઈ રીક્ષા ચલાવે છે. જીતુભાઈની એક આંખ નથી અને બીજી આંખમાં બે મહિના પહેલા મોતિયો આવતા તેમની રોજગારી બંધ થઈ. ઉપરથી વધુ મુશ્કેલી ત્યારે થઈ જ્યારે તેમના સાથે રહેતા માસીની આંખમાં પણ મોતિયો થયો. ખજૂરભાઈએ જણાવ્યું કે, સુલતાનપુર વાસીઓનો પ્રેમ ભાવ મને અખૂટ મળ્યો છે. આ સિવાય ગોંડલમાં નવ દિવ્યાંગ બાળકોનો ગૃહ પ્રવેશ કરાવ્યો. .