મિત્તલ મહેતા (વિરમગામ): ખારા રણમાં લીલોતરીની કલ્પના કરવી એ ખરેખર ધોળા દિવસે તારા જોવા જેવી ઘટના છે, ત્યારે રણને અડીને આવેલી 830 બાળકો ધરાવતી ખારાઘોડાની શાળામાં લહેરતા 120થી વધુ પ્રકારના 600થી વધુ વૃક્ષોથી શાળાના રૂમનું વાતાવરણ ચાર ડિગ્રી ઓછું રહે છે. આ શાળામાં બાલ વાટીકાથી ધોરણ 8 સુધી 830 બાળકો અભ્યાસ કરે છે, પાટડીની પ્રથમ નંબરની સૌથી વિશાળ સંખ્યા ધરાવતી શાળા છે.
ખારાઘોડા નવાગામ પે. સે. શાળા અનેકવિધ વૃક્ષોથી આચ્છાદિત છે. ખારાઘોડા નવાગામ રણ વિસ્તાર ધરાવતુ શહેર ગણાય છે. રણ એટેલે ઉજ્જળ ભૂમિ. અહી વૃક્ષો એ પણ વિવિધ જાતના એ અકલ્પનિય છે. પરંતુ અંહી આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પગ મુકતા જ એક અલગ તાજગીનો અહેસાસ થાય છે. શાળામાં 120 વિવિધ જાતના કુલ 600થી પણ વધારે વૃક્ષો છે. વૃક્ષોની વિવિધતાના કારણે અનેકવિધ પક્ષીઓ સવારે અને સાંજે અહીં જોવા મળે છે. વધુમાં ચારેયબાજુ આકાશ સાથે વાતો કરતા વૃક્ષોના કારણે વાતાવરણ ખુશનુમા રહે છે. જેથી વિધાર્થીઓ અભ્યાસલક્ષી પ્રવૃતિઓ સુંદર રીતે કરી શકે છે. જેમાં ગામલોકો અને વિધાર્થીઓ વૃક્ષોની સાચવણી કરે છે. આટલા વૃક્ષોથી ગામના તાપમાનથી શાળાનું તાપમાન ચાર ડિગ્રી ઓછું રહે છે.
આ શાળામાં બાલ વાટીકાથી ધોરણ 8 સુધી 830 બાળકો અભ્યાસ કરે છે, પાટડીની પ્રથમ નંબરની સૌથી વિશાળ સંખ્યા ધરાવતી શાળા છે. શાળાના શિક્ષકો અને અહી ચાલતી અગરિયા હોસ્ટેલના તમામ કર્મચારીઓ રજાના દિવસોમાં પણ વૃક્ષોને પાણી આપીને પોતાની જાતને ધન્ય અનુભવે છે. ભારતના રાજ્યોના મોટાભાગના “રાજ્યવૃક્ષ” આ શાળામાં જોવા મળે છે. શાળાના આચાર્ય વિજયભાઇ સહિતના શિક્ષકોએ આઠ વર્ષની ભારે જહેમત બાદ આ શાળાને હરિયાળી અને રળિયામણી શાળા બનાવી છે. શાળામાં સરકાર દ્વારા ચાલતા પી.એમ પોષણમાં ઘણા વૃક્ષો ઉપયોગમાં લેવાઇ રહ્યા છે.
બોક્સ-ખારાઘોડા નવાગામ પે.સે.શાળામાં અત્યાર સુધી રોપેલા અને ઉછરેલા 120 જાતના વૃક્ષો
(1) પડદાવેલ (2) ચાંદની (3) સરૂ (4)ચંપો (5) કેળ (6) બામ (7) બારમાસી (8) સરગવો (9) આસોપાલવ (10) કણજી (11) પીપળ (12) ગુલમહોર (13) ગરમાળો (14) બોતલ બ્રાસ (15) નાળીયેરી (16) આંબો (17) લીમડો (18) ફાયકર્સ (19) લીંબુ (20) રાયણ (21) કરણ (22)પારસ પીપળો (23) દૂધેલી (24) દાડમ (25) બહેડા (26) આંમળા (27) બંગાળી બાવળ (28) ગોરસ આંબલી (29) મીઠો લીમડો (30) અરડૂસી (31) નગોડ (32) સેવન ટ્રી (33) અરડૂસો (34) બોગનવેલ (35) બોરસલી (36) કાશીદ (37) સેતુર (38) પેન્ટાલૂન (39)મહુડો (40) સપ્તપર્ણી (41) નાગફણી (42) બીલીપત્ર (43) બદામ (44) જાંબુ (45) રેગીસ્તાન રોઝ (46) એલોવીરા (47) વડ (48) તુલસી (49) મની વેલ (50) ચાઇના વેલ
(51) નિલગીરી (52) તાડી (53) કુટીયા પામ (54) મોરપંખ (55) લીલી (56) ખજુરી (57) એલોવીરા (58) શેતુર (59) કલોટન (60) પંખા પામ (61) ટીકોમા (62) ગળો (63) ફ્રોક્સ્ટલ પામ (65) ગાર્ડનિયા (66) કેના (67) ડ્રેસીના (68) વેરી ફાઇડ પીપલ (69) કોડિયા (70) જામફળ (71) આરબ મહેદી (72) વિછીયા પામ (74) રાતરાની (75) રબ્બર પ્લાંટ (76) ગુલાબ (77) ગુંદો (78) પપૈયા (79) ટમટમ (80) પોંગ પોંગ ચમ્પા (81) સુરજ મુખી (82) એલ્જોરા (83) સીસમ (84) અપરાજિતા (85) એરિકા પામ (86) ચણોઠી (87) પેંસીલપામ (88) ચીકુ (89) ગુલ ગુલશન ગુલફામ ગુલત્તર્રા (90) રૂદ્રાક્ષ (91) સાગ (92) સફેદ ચંદન (93) લાલ ચંદન (94) અર્જુન સાદડ (95) સીતાફળ (96) વાંસ (97) આકડો (98) દેશી બાવળ (99) મહાગુની (100) દેશી મહેદી (હિના)
(101) ગ્રીન ટી (102) મની (ધન) વેલ (103) મધુમાલતી (104) મધુકામિની (105) જુહી (106) એપલ બોર (107) દેશી બોરડી (108) લજ્જામણી (109) ઉંટ્ખાર (રણ વૃક્ષ) (110) કદંબ (111) તૂંબળું (112) કાજુ (113) તમાલપત્ર (જાવંત્રી) (114) એલાયચી (115) ફોર સ્ટાર (116) સંતરા (117) મોસંબી (118) દ્રાક્ષ (119) લવિંગ (120) જાસ્મીન
રણને અડીને આવેલી 830 બાળકો ધરાવતી ખારાઘોડાની શાળામાં લહેરતા 120થી વધુ પ્રકારના 600થી વધુ વૃક્ષોથી શાળાના રૂમનું વાતાવરણ ચાર ડિગ્રી ઓછું રહે છે