Gujarat news: ગુજરાતીઓ દર વર્ષે નવરાત્રીની સૌથી વધારે આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. એમા પણ પોતાને ગમતા કલાકાર જો ગરબા ગાવે આવે તો મજ્જા કંઈક ઓર જ હોય છે. ત્યારે આ વખતે ગુજરાતના પ્રખ્યાત કલાકારો કઈ કઈ જગ્યાએ નવરાત્રીમાં પધારવાના છે અને ગરબાનું ઘેલુ લગાડવાના છે એ જાણી લો અહીં….
ઓસમાણ મીર આ નવરાત્રીમા 15 થી 24 ઓકટોબર મુંબઈ પરફોર્મન્સ આપશે.
પાર્થીવ ગોહીલ ગોરેગાંવ મુંબઇમા પરફોર્મ કરશે
જિગ્નેશ કવીરાજ આ નવરાત્રીમા 15 થી 23 ઓકટોબર અમદાવા ના એસ.જી.હાઇવે ગોતા ક્રિકેટ ગ્રાઉન્ડમા ગરબા રમાડશે.
ફાલ્ગુની પાઠક આ નવરાત્રીમા મુંબઇમા ગરબા પરફોર્મ આપશે.
કચ્છી કોયલ નામથી પ્રખ્યાત ગીતાબેન રબારી આ નવરાત્રી મુંબઇ ગરબામા પરફોર્મ કરશે.
કીર્તીદાન ગઢવી નવરાત્રી 2023મા તમામ દિવસ 15 થી 23 ઓકટોબર એસ.પી. રીંગ રોડ અમદાવાદ પર યોજાતા પાર્ટી પ્લોટમા લોકોને ગરબાનું ઘેલું લગાડશે.
એશ્વર્યા મજમુદાર આ નવરાત્રીમા બોરીવલી મુંબઇમા ગરબા પરફોર્મ કરવાની છે.
ગરબા ક્વિન કિંજલ દવે નવરાત્રી 2023મા બોરીવલી મુંબઈ પરફોર્મ આપનાર છે.
કલાકાર અરવીંદ વેગડા નવરાત્રી 2023મા તા. 15 થી 28 ઓકટોબર સુધી અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ મા પરફોર્મ કરનાર છે.
અતુલ પુરોહિત દર વખતની જેમ આ વખતે પણ બરોડાના સુપ્રસિદ્દ્ધ ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડામા પરફોર્મ કરશે.
બાળકને ફોન જોવા આપતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતના બાળકે આખા ગુજરાતની આંખ ઉઘાડી દીધી
ઉમેશ બારોટ સુરતમાં તમામ નોરતામાં પરફોર્મ કરશે.
આદિત્ય ગઢવી આ નવરાત્રીમા તારીખ 16 થી 24 ઓકટોબર દરમિયાન એસ.એસ.ફાર્મ અમદાવાદમા ગરબા ગાશે.