નવસારી જીલ્લામાં ગણદેવીથી એક એવો વીડિયો સામે આવ્યો છે જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પહેલી વખત આવો કિસ્સો સામે આવતા હવે તે ચર્ચાનો વિષય બયો છે. આ વીડિયો ચૂંટણી પ્રચાર સાથે જોડાયેલો છે. ચૂંટણી જીતવા અને પ્રચાર કરવા માટે રેલીઓ, પોસ્ટરના નુસખાઓ તો જાણીતા છે પણ અહી મંદિર પરિસરમાં મોદીના ભજન ગાવામા આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. રાજ્યમા ભારતીય જનતા પાર્ટીની વિજય બાદ મંદિર પરિસરમાં મોદીના ભજન કીર્તન ગવાયા હોવાનો વિડીયો હવે ચારેતરફ વાયરલ ર્થઈ રહ્યો છે.
આ વિશે વિગતે વાત કરીએ તો આ વીડિયો નવસારીના ગણદેવી નજીક આવેલા મછિયાવાસણ ગામનો છે. અહી મંદિર પરિસરમાં મોદીના નામના કીર્તન ભજન સાથે ઢોલના તાલે તમામ લોકો ઝુમી રહ્યા હોય તેવુ સામે દેખાઈ રહ્યુ છે. ભાજપની પ્રચંડ બહુમતી બાદ ગ્રામજનોએ આનદથી ઉજવણી કરવા માટે રાધાકૃષ્ણ મંદિરમાં ભેગા થયા હતા. આ દરમિયાન જ લોકો મોદીના ભજનનો ગાતા દેખાયા હતા જેનો વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમા જોઈ શકાય છે કે ગામ લોકો સાથે સાથે એનઆરઆઇ પરિવારો મોદીના ભજન કીર્તનમાં લીન થયા હતા. અહી એક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વેશ ધારણ કરી પહોંચ્યો હતો અને મુકુટ પહેરીને ભજન કીર્તન કરતો જૂમી રહ્યો હતો.