world sparrow day: હવેનો સમય તો એવો છે કે ચકલીનો અવાજ સાંભળવા મળે તો પણ એમ થાય કે અલગ દુનિયામાં છીએ, કારણ કે હવે શહેરમાં અને ગામડામાં બન્ને જગ્યાએ ચકલી ખૂબ ઓછી જોવા મળે છે. ત્યારે ચકલી અને ચકલીનો અવાજ અસ્તિત્વમાં રહે એ માટે અમુક લોકો અને સંસ્થા ખુબ કામ કરી રહી છે. આજે વાત કરવી છે ભુજની માનવજ્યોત સંસ્થા વિશે કે જેઓ છેલ્લા 20 વર્ષથી લોકોને વિનામૂલ્યે ચકલીઘર અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરી ચકલીઓને પરત આપના આંગણાનો સભ્ય બનાવી રહ્યા છે.
ભુજની આ સંસ્થા છેલ્લા બે દાયકાથી આ નાનકડા પક્ષીને ઘરોના આંગણામાં પરત આવકાર અપાવવા કાર્ય કરી રહી છે. તેઓ 20 વર્ષથી લોકોને વિનામૂલ્યે ચકલીઘર અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરી ચકલી પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરી રહ્યા છે અને આપણા સૌના ઘરમાં પરત ચકલીનો અવાજ ગુંજતો થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મનુષ્યો સાથે પક્ષીઓ માટે પણ આ સેવા કાર્યરત છે. પક્ષીઓ અને ખાસ કરીને ચકલીઓ પ્રત્યે લોકજાગૃતિ વધારવા સંસ્થા દ્વારા છેલ્લા બે દાયકાથી ભગીરથ કાર્ય કરી રહ્યું છે.
જબ્બર હોંશિયાર નીકળ્યો હિડનબર્ગ, એક જ ચાલ અને અદાણી-અંબાણી વચ્ચેની સ્પર્ધા જ જડબેસલાક બંધ થઈ ગઈ
ઈસકો બોલતે હૈ છપ્પર ફાકડે દિયા… એક લાખ રોકનારાને મળ્યા એક કરોડથી પણ વધારે, આ સ્ટોકે માલામાલ કરી દીધા
તેઓ અવાર નવાર માટીના ચકલી ઘર અને પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે. શરૂઆતમાં સંસ્થા દ્વારા વર્ષે 100 થી 200 જેટલા ચકલીઘરનું વિતરણ કરવામાં આવતું હતું. દર વર્ષે આ સંખ્યામાં વધારો કરતા આવી આજે આ સંસ્થા વર્ષે 10 હજાર ચકલી ઘરનું વિતરણ કરે છે. આ જ વર્ષની વાત કરીએ તો આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત સુધીમાં જ આ સંસ્થાએ 10 હજાર ચકલીઘરનું વિતરણ કર્યું છે. માત્ર ઘરોમાં નહીં પરંતુ જાહેર સ્થળો અને અન્ય મોટી સંસ્થાઓ ખાતે પણ માનવજ્યોત દ્વારા આ ચકલીઘર અને પાણીના કુંડા લગાવવામાં આવે છે.