અલ્પેશ કારેણા: હાલમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ છે. ત્યારે આજનું યુવાધન એના રવાડે ચડ્યા બાદ શું સાચું અને શું ખોટું એનું ભાન ભૂલ્યો છે. ત્યારે એવી જ ઘટના જામ જોધપુરમાં બની હતી. એક યુવાને ક્ષત્રિય સગર સમાજના સંત વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરી હતી જેના લીધે સમગ્ર સુર્યવંશી ક્ષત્રિય સગર સમાજે સરકાર સમક્ષ રજુઆત કરીને વિરોધ નોંધાવ્યો હતો. સુર્યવંશી ક્ષત્રિય સગર સમાજના એક દિકરા સુનિલભાઈ ધીરુભાઈ કરથિયા કે જેઓ મોટી ગોપમાં રહે છે તે પોતાની ઇન્સ્ટાગ્રામની આઈડી પરથી 2 થી 3 દિવસ પહેલા રાત્રે 10 વાગ્યે લાઈવ હતા જેની આઈડીનું નામ mr_sk_7454 તરીકે છે.
બરાબર તે જ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામના ફેક એકાઉન્ટ દ્વારા અમારા ક્ષત્રિય સગર સંત શ્રી દાસારામ બાપા વિશે અપશબ્દની કોમેન્ટ કરેલ છે. જેની આઈડી નું નામrdxxcccvb હતું. શ્રી ક્ષત્રિય સગર સમાજ અને સનાતન હિન્દુ ધર્મની લાગણી દુભાય ગઈ હતી.
જેથી સગર સમાજના જામજોધપુર તાલુકાનાં પ્રમુખ મોહનભાઈ નકુમ તથા અન્ય આગેવાનો તથા અમારા સમાજના યુવાનોએ તારીખ ૨૬/૦૨/૨૦૨૨ ના રોજ સગર સમાજની વાડી ખાતેથી ભેગા થઈ રેલી કરી હતી.
જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે આવી અમારા ક્ષત્રિય સગર સંત શ્રી દાસારામ બાપા વિરુદ્ધ અપશબ્દોની કોમેન્ટ કરનાર અજાણ્યા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક પગલાં લેવા નમ્ર અપીલ કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ન માત્ર આવેદન પણ સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સમગ્ર સમાજ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં જાણીતું ગૃપ સગર એકતા અભિયાન ચલાવતા ક્ષત્રિય સગર સૂર્યવંશ યુવાઓ દ્વારા હેમાંગ પરમાર ગોંડલ, રવિભાઈ કનેત, વિશાલભાઈ ગંગેરા, રવિભાઈ કણેત, રવિભાઈ પિપળોતર, શક્તિભાઈ પિપળોતર, દિવ્યેશભાઈ કદાવલા, નિતેશભાઈ ભંભાણા વગેરે ભારે મોટાપાયે વિરોધ નોંધાવ્યો હતો.