(કમલેશ પટેલ દ્ધારા) કુકરવાડા ન્યૂઝ બ્યૂરો: ખેલ મહાકુંભની વોલીબોલ ટુર્નામેન્ટમાં કુકરવાડાની બાળાએ મેદાન માર્યું છે. અને ગામનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલ ખેલ મહાકુંભમાં કુકરવાડા ગામની બાળાઓએ તાલુકામાં ઓપન વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જે ખેલ મહાકુંભમાં ખાતે યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટમાં કુકરવાડાની બાળા અરવી પટેલ, મહિમા પટેલ, ધરા જોશી, કામિની પટેલ, ગાયત્રી રાજપુત અને પૂજા દેસાઈ આ બાળાઓએ ફાઇનલમાં ઐઠોર ગામની બાળાઓને હાર આપી કુકરવાડાની બાળાઓએ ફાઈનલ વિજેતા બની કુકરવાડા ગામનું ગૌરવ વધાર્યું છે.
કમલેશ પટેલ (પત્રકાર)
લોક પત્રિકા બ્યૂરો ઓફીસ
કુકરવાડા (તા.વિજાપુર)