ભવર મીણા ( માઉન્ટ આબુ ): વરસાદ બાદ સોળે કલા એ ડુંગરાળ અને પ્રવાસન સ્થળો ખીલી ઉઠ્યા છે .તો બીજી તરફ લીલાછમ પહાડો ને જાણે ચીરી ને ખળખળ વહેતા ઝરણાઓ ને નિહાળવા પ્રવાસીઓ નો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.તહેવારો અને એમાં પણ સતત રજા ઓ ની મજા તો માત્ર ને માત્ર પ્રવાસન સ્થળો પર જ આવતી હોવાથી એમાં પણ બનાસકાંઠા જિલ્લા ને અડી ને આવેલા પર્યટક સ્થળ માઉન્ટ ની વાત આવે તો ત્યાં રજાઓ ના દિવસો માં માનવ મહેરામણ નું કીડીયારું ઉમટી પડે છે.
માઉન્ટ આબુ નું નામ આવે એટલે ગુજરાત ના પ્રવાસીઓ ની પ્રથમ પસંદગી એટલે માઉન્ટ આબુ માનવા માં આવે છે.માઉન્ટ આબુ માં સોમવાર ની રાત્રે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જોકે મૌસમ નો આજ દિન સુધી 62 ઇંચ જેટલોવરસાદપડયોછે વરસાદ ના લીધે પર્યટક સ્થળ માઉન્ટ ના ઝરણાઓ જાણે લીલાછમ પહાડો ને ચીરી ને ખળખળ વહેતા હોય તેવા નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું.આ નજરાઓ ને નિહાળવા માટે અંદાજે એક લાખ ઉપરાંત હજાર પ્રવાસીઓ એ મુલાકાત લીધી હતી. માઉન્ટ આબુ માં વરસાદ સાથે સાથે કોરોના બાદ સહેલાણીઓ પણ મન મૂકી ને આવતા હોવાથી વેપારીઓ માં આનંદ ની લાગણી છવાઈ છે.
માઉન્ટ આબુમાં 62 ઇંચ વરસાદ
માઉન્ટ આબુ માં મૌસમ નો મંગળવાર ના બપોર સુધી અંદાજે 62 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના લીધે માઉન્ટ આબુ નું રદય સમાન ગણાતું નક્કી લેખ પણ ઉભરાઈ ગયું છે તો બીજી તરફ ઝરણાઓ પણ ખળખળ વહેતા થયા હોવાથી નયનરમ્ય દ્રષ્યો સર્જાયા છે.
સવા લાખ જેટલા પર્યટકો ઉમટ્યા
તહેવારો અને એમાં પણ સતત રજાઓ આવતા પ્રવાસીઓ ગુજરાત ને અડી ને આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુ તરફ ઉમટ્યા હતા આજ દિન સુધી માઉન્ટ આબુ માં હજારો વાહનો માં સવાલાખ જેટલા પર્યટકો ઉમટ્યા હોવાથી તંત્રને પણ લાખો રૂપિયા ની આવક થઈ હતી.