દેશ-વિદેશના ઉદ્યોગપતિઓની નજર વાયબ્રન્ટ સમિટમાં, હઝીરા ખાતે સ્થાપશે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ, આર્સેલર લક્ષ્મી મિત્તલે કરી જાહેરાત

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Summit 2024: આજે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓની નજર વાયબ્રન્ટ સમિટમાં છે. આજે મોટા-મોટા ઉદ્યોગકારોએ ગુજરાતમાં કરોડોનું રોકાણ કરવા માટે જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 નાં ઉદ્ધાટન પ્રસંગે આર્સેલર મિત્તલના ચેરપર્સન લક્ષ્મી મિત્તલે ઈવેન્ટના સંસ્થાકીય માળખાની ખૂબ પ્રશંસા કરી હતી.

આર્સેલર મિત્તલે સમિટ માટે વડાપ્રધાન મોદીના વિઝનરી થીમ, વન અર્થ વન ફેમિલી અને વન ફ્યૂચરનું કહ્યું હતું અને ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ સમયે દેશ-વિદેશના ધનિકો હાજર રહ્યા હતા.

ગુજરાતમાં બનશે વિશ્વની સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ

તેમજ વધુમાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હું આવ્યો હતો. ત્યારે ઓટોમેટિવ ઈન્ડસ્ટ્રીઝ, રેલવે, ગ્લોબલ ટેકનોલોજીને લાવી નવી ટેકનોલોજીથી કામ કરી રહ્યા છીએ.

 

વડાપ્રધાને 2021 માં હજીરા સાઈટનું ભૂમિપૂજન કર્યું હતું. જેનું કામ 2026 માં પૂર્ણ થઈ જશે. તેમજ 24 મિલિયન ટન હજીરા સાઈટ વિશ્વનું સૌથી મોટો સ્ટીલ ઉત્પાદન કરતો પ્રોજેક્ટ બનશે. તેમજ 2047 નાં વિઝનને પૂરૂ કરવા માટે અમે તૈયાર છીએ.

MoU પર થયા હસ્તાક્ષર કર્યા

વાઇબ્રન્ટ સમિટમાં દેશનો જય જયકાર.. ગુજરાતમાં 3,200 કરોડનું રોકાણ કરશે સુઝુકી ગ્રૂપ, તોશિહિરો સુઝુકીનું મોટું એલાન

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીનું સંબોધન: ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક, 1 લાખ લોકોને મળશે નોકરી

Video: ક્રિકેટ મેચમાં રન દોડતાં દોડતાં જ ઢળી પડ્યો ખેલાડી, CPR આપવા છતાં હાર્ટએટેકથી મોત

તેમજ લક્ષ્મી મિત્તલે 2021 માં વડાપ્રધાન દ્વારા ઉદ્ધાટન કરેલ હઝીરા પ્લાન પર વિશેષ વાત કરતા કહ્યું હતું કે, તેમને તેનાં વિસ્તરણ માટેની રૂપરેખા પણ રજૂ કરી હતી. તેમજ તેમણે જાહેર કર્યું હતું કે, બીજા તબક્કાનાં એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. જે 2029 સુધીમાં પૂર્ણ થઈ જશે.

 


Share this Article