ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ અનેક જગ્યાએથી દારી મળી આવતો હોય છે. હાલ દરૂને લઈને એક ચોંકાવનારા સમાચાર રાજ્યમાથી સામે આવ્યા છે. હવે આ સમગ્ર મામલે મુખ્યમંત્રીને પત્ર લખવામા આવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ પકડાય છે. તો આ દારૂનો નાશ કરવાની જગ્યાએ આપણે તેને અન્ય રાજ્યમાં વહેચી દેવો જોઈએ.
આ સાથે વસોયાએ કહ્યુ છે કે ઓક્શનથી મળતી આ રકમને દેશની રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઈએ. દારૂનો રોડ રોલર ફેરવીને નાશ કરવાના બદલે આ રકમને શહીદ થનાર જવાનોના પરિવારને મદદ માટે વાપરવી જોઈએ. આ પત્ર સામે આવ્યા બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.
તુર્કીમાં ભૂકંપથી મૃતકોની સંખ્યામાં સતત વધારો, 11 હજારથી વધુ લોકોના થયા મોત, 40,000થી વધુ લોકો ઘાયલ
દારૂબંધી હોવા બાદ પણ ગુજરાતમાં માર્ચ 2022 સુધીના છેલ્લા બે વર્ષમાં 215 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. આ બધા કેસો સામે અવ્યા બાદ વસોયાએ મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે.