ડિસેમ્બર મહિનામા ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. ચૂટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકારણમા સતત ગરમાવો વધી રહ્યો છે. દરેક પાર્ટીઓ એડીચોટીનુ જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોનુ લીસ્ટ પણ જાહેર કરી દીધૂ છે. બીજી તરફ કોંગ્રેસના ઘણા નેતાઓએ ચૂટણી પહેલા પાર્ટીને અલવીદા કહી દીધુ છે. જો કે ભાજપે હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે ભાજપ પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે.
વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠક પરથી આ વખતે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ શકે છે અને પાર્ટી કોઈ મહિલા ઉમેદવારને મેદાને ઉતારી શકે છે. આ સાથે અહેવાલ છે કે પારૂલ યુનિવર્સિટીના ચેરપર્સન પારુલ પટેલને ટિકિટ મળી શકે છે.
આ અગાઉ પુરષોત્તમ રૂપાલા વડોદરાની મુલાકાતે હતા ત્યારે પદમલા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં વાઘોડિયા બેઠકના ભાજપના કેટલાક દાવેદારો સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ સમયે પણ મધુ શ્રીવાસ્તવને દૂર રખાયા હતા. હવે આ સમાચાર બાદ રાજકારણમા ફરી કોઈ મોટી ઉથલપાથલ થવાના એંધાણ છે.