ગુજરાત વિધાનસભાની 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજા તબક્કાના મતદાનમાં કુલ 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં પોતાની જીતના દાવા કરતા જોવા મળી રહ્યા છે. તેવી જ રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે.
મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં 182માંથી 125 બેઠકો જીતશે. આ વખતે ગુજરાતમાં સત્તારૂઢ ભાજપ સદંતર નિષ્ફળ નીવડશે. કોંગ્રેસની જીતનો દાવો કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા ઉઠાવ્યા છે. જ્યારે ભાજપ આ તમામ મુદ્દાઓ પર ક્યારેય બોલ્યું નથી. આ જ કારણ છે કે ગુજરાતની જનતા હવે ભાજપની સત્તા ઈચ્છતી નથી. તે હવે રાજ્યમાં પરિવર્તન ઈચ્છે છે.
મધુસૂદન મિસ્ત્રીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપે ક્યારેય મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવા મુદ્દાઓ પર વાત કરી નથી. તેઓએ માત્ર આતંકવાદ, હિન્દુસ્તાન-પાકિસ્તાન, હિન્દુત્વની વાત કરી છે.