ગાંધીનગર મહાનગર ભાજપ મ.મો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણનાં સફળ નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ. દીપિકા સરડવાજીના નેતૃત્વમાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા મતાધિકારનો પ્રથમ વખત ઉપયોગ કરવા જઈ રહેલી યુવતીઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં યુવતીઓની ઉપસ્થિતિ રહી હતી. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન મહિલા સશક્તિકરણ અને મહિલા ઉત્કર્ષ માટે યુવતીઓ અને મહિલાઓ માટે કરવામાં આવેલ કાર્યો અને કાર્યરત યોજનાઓ અંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવતીઓ સમક્ષ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દીપિકા સરડવાજી દ્વારા છણાવટ કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના રાજમાં દીકરા દીકરી એક સમાન : ડૉ. દીપિકા સચિન સરડવાજી
નારી સશક્તિકરણ, વિવિધ યોજનાઓ અને અભિયાનો જન આંદોલનમાં પરિણામતા ભારતમાં જેન્ડર રેશિયો જાળવી શકયા છીએ. ભારતીય જનતા પાર્ટીના રાજમાં દીકરા દીકરીનો ભેદભાવ ન રહે એ દિશામાં ગુજરાતમાં નક્કર કામ કરવામાં આવ્યું છે. બેટી બચાવો જન અભિયાન ગુજરાતમાં આરંભાયું, સ્ત્રીભૃણ હત્યા અટકાવવાના હેતુસર ગર્ભના જાતિ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મૂક્યો, જેથી જેન્ડર રેશીયો જાળવવાની દિશામાં ગુજરાતમાં પ્રભાવક પરિણામો મળ્યા. પ્રતિ હજાર પુરુષોએ દીકરીના જન્મના દરમાં વધારો થયો છે નરેન્દ્ર ભાઈ મોદીજીના બેટી બચાવો અભિયાનના લીધે આજે ભારતમાં 1000 પુરુષોની સરખામણીએ 1020 કરતા પણ વધારે મહિલાઓની સંખ્યા છે.
નારી ગૌરવનીતિ અમલમાં મુકનારુ ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય છે : ગુજરાત ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ
કન્યાના જન્મથી જ સરકાર લે દરકાર ધ્યેયમંત્ર અન્વયે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત દોઢ કરોડથી વધુ બાળકોને આવરી લેવાયા. નરેન્દ્ર ભાઈ મોદીજીએ પહેલા વિદ્યાદાન અને પછી કન્યાદાન એવું સૂત્ર આપ્યું, પ્રાથમિક શિક્ષણમાં દીકરીઓના પ્રવેશનો દર ઉતરોતર વધી રહ્યો છે તેથી સ્ત્રી સાક્ષરતા દર પણ વધ્યો છે. આજે દેશની દીકરી ફાઈટર જેટ ઉડાડી રહી છે અને સેનામાં ભરતી થઈ દેશની સીમાઓ સુરક્ષિત કરી રહી છે. નારી ગૌરવનીતિ અમલમાં મુકનારુ ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય છે, સગર્ભા મહિલાઓ માટે હેલ્થ કાર્ડ જારી કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય છે, મહિલા અને બાળ વિકાસ વિભાગ ની અલગ રચના દ્વારા નારી સશક્તિકરણની દિશામાં પહેલ કરી છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે 100 કરોડની જોગવાઈ દીકરીઓ માટે કરવામાં આવી : ડૉ. દીપિકા સચિન સરડવાજી
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે 100 કરોડની જોગવાઈ દીકરીઓ માટે કરવામાં આવી છે, આઈ.ટી.આઈ માં અલાયદી મહિલા વિંગ પણ દીકરીઓ માટે શરૂ કરવામાં આવી છે, મહિલાઓની સુરક્ષા માટે 33 વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, મહિલાઓની સુરક્ષા માટે ૧૮૧ અભયમ કાર્યરત છે અને she team ની રચના કરવામાં આવી છે, આ સિવાય પડકાર યોજના, શાંતિદૂત યોજના, પૂર્ણા યોજના વગેરેની જાણકારી ડૉ.દીપિકા સરડવાએ યુવતીઓને આપી.
આ પણ વાંચો
PHOTOS: બિપરજોય સામે પાકિસ્તાનની તૈયારીઓ! જનતા હાથમાં કટોરો લઈને ભીખ માંગતી જોવા મળી હતી
ડૉ. સરડવા દ્વારા આવા વિવિધ વિષયોથી યુવતીઓ અવગત થતા યુવા શકિતએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપાને સમર્થન દર્શાવ્યું હતું. આમ ગાંધીનગર મહાનગર ખાતેના યુવતી સંમેલનમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દીપિકા સરડવાજીની અધ્યક્ષતામાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ઝોનના મહિલા મોરચાના પ્રભારી અરુણાબેન, મહાનગરના પ્રભારી મીનાક્ષીબેન, મહાનગર મહિલા મોરચાના પ્રમુખ પ્રિયા બેન, મહિલા મોરચાની ટીમ, કાર્યકર્તા બહેનો અને મોટી સંખ્યામાં નવી મતદાર યુવતીઓ ઉપસ્થિત રહી હતી.