મૌલાનાએ તો ખરેખર હદ વટાવી, સોમનાથ મંદીર વિશે એવુ ગંદુ બોલ્યા કે કરોડો ભક્તોનો પિત્તો ગયો, જાણો કેવા કેવા શબ્દો કહ્યા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સોમનાથ મંદિર પર ટિપ્પણી કરવા બદલ ગુજરાતના ગીરમાં એક મૌલવી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ મૌલવી દાવો કર્યો છે કે મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિરનો નાશ કર્યો ન હતો, પરંતુ ત્યાં ચાલી રહેલી અનૈતિક બાબતોને અટકાવી હતી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ યુનિયનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મૌલાના સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધાય 

માહિતી મુજબ રશીદીએ ગયા મહિને કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરાયેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ગઝનવીએ સોમનાથના પ્રાચીન મંદિરને નષ્ટ કર્યું નથી. ઈતિહાસ મુજબ તેઓને ખબર પડી કે મંદિરની અંદર આસ્થા અને હિંદુ દેવી-દેવતાઓના નામે અનૈતિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે… તથ્યોની ચકાસણી કર્યા બાદ તેઓએ મંદિર પર હુમલો કર્યો. તેણે મંદિરનો નાશ કર્યો નથી.

આ રાશિઓ માટે ફેબ્રુઆરી મહિનો લોટરી લાગી હોય તેવો રહેશે, ગ્રહોની સ્થિતિ બદલાવાથી જીવન ખુશીઓથી છલકાશે

નોકરી-ધંધાના ટેન્શનથી પરેશાન છો? આ છોડને ઘરમાં લગાવો, દેવી લક્ષ્મીની કૃપાથી બધી સમસ્યાઓ થઈ જશે દૂર

શું રવિન્દ્ર જાડેજા પર 12 મહિના પ્રતિબંધ મૂકાશે?  ચાલુ મેચે જાડેજાની આ હરકતથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો

પ્રભાસ પાટણ રશીદી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, જાતિ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી દૂષિત કૃત્ય) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે FIR નોંધવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે રશીદીએ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી.


Share this Article